Site icon Revoi.in

ગ્લોબલ બોક્સ ઓફિસ પર ‘એનિમલ’નો ડંકો,11 માં દિવસે આટલા કરોડની કરી કમાણી

Social Share

 મુંબઈ:રણબીર કપૂર અને રશ્મિકા મંદાન્નાની ફિલ્મ ‘એનિમલ’ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દરરોજ ફિલ્મ બુલેટની ઝડપે કમાણી કરીને આગળ વધી રહી છે. 10 દિવસમાં 700 કરોડ રૂપિયાનું કલેક્શન કરનાર ‘એનિમલ’ એ 11મા દિવસે પણ સારું કલેક્શન કર્યું છે.

‘એનિમલ’ ભારતમાં રૂ. 500 કરોડનો આંકડો પાર કરવાની ખૂબ જ નજીક છે. તે જ સમયે, ફિલ્મ વૈશ્વિક બોક્સ ઓફિસ પર 750 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. આશ્ચર્યજનક વાત એ છે કે ફિલ્મ એનિમલ વિશ્વભરના કલેક્શનમાં દરરોજ એક આંકડો પાર કરી રહી છે.

સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે 11મા દિવસે એક જ દિવસમાં 20.52 કરોડ રૂપિયાનું વૈશ્વિક કલેક્શન કર્યું છે. આ રીતે ફિલ્મનું કુલ વર્લ્ડવાઈડ કલેક્શન 737.98 કરોડ રૂપિયા થઈ ગયું છે.

10મા દિવસે ‘એનિમલ’એ ‘ગદર 2’નો રેકોર્ડ તોડી નાખ્યો. 717.46 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને આ ફિલ્મે સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’નો વિશ્વવ્યાપી રેકોર્ડ તોડ્યો, જે 685.19 કરોડ રૂપિયાનો હતો. હવે ‘એનિમલ’ ફિલ્મ આમિર ખાનની ‘પીકે’નો રેકોર્ડ તોડવાથી થોડી દૂર છે. પીકે ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 769 કરોડ સુધી હતું.

‘એનિમલ’નું અત્યાર સુધીનું વર્લ્ડ વાઈડ કલેક્શન