Site icon Revoi.in

કેવડીયા ખાતે પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રાલય દ્વારા સમર મીટનું આયોજન

Social Share

અમદાવાદઃ ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય  દ્વારા તા. 19મી એપ્રિલના રોજ સવારે 10થી બપોરે 1 કલાક કલાક સુધી પશુપાલન ડેરી અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર માટે એકતા નગર, ટેન્ટ સિટી-1  કેવડિયા ખાતે સમર મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટનો ઉદ્દેશ્ય રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની અપેક્ષાઓ તરફ ધ્યાન દોરવાનો, નિમ્ન સ્તરે અસરકારક પ્રોગ્રામ અમલીકરણ માટે એક કન્વર્જન્સ ફ્રેમવર્ક બનાવવાનો, યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવાનો અને પરિણામો વિશે ચર્ચા કરવાનો છે. આ ઉપરાંત જરૂર જણાય ત્યાં સુધારણા કરવાનો, નવીનતાઓ, સ્ટાર્ટ – અપ્સ અને આગામી વ્યૂહ રચના પર પ્રેઝન્ટેશન આપવાનો છે.

આ સમિટમાં દેશના વિવિધ રાજ્યના પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ  મંત્રીઓ સહિત તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના પશુપાલન અને ફિશરીઝ વિભાગોના સચિવો અને નિયામકો-કમિશ્નરો ઉપસ્થિત રહેશે. પશુધન અને મત્સ્યપાલન ક્ષેત્રની નીતિઓ, કાર્યક્રમો, યોજનાઓના ગ્રાઉન્ડ લેવલ પર તેમના વધુ સારા અને અસરકારક અમલીકરણ માટે તેમજ આઉટ ઓફ બોક્સ સોલ્યુશન્સ, નવીનતાઓ, સ્ટાર્ટ – અપ્સ અને ઉદ્યોગસાહસિકતા વિકાસના વિવિધ પાસાઓ પર પ્રેઝન્ટેશન, ચર્ચા અને આદાનપ્રદાન આ સમિટમાં થશે.