Site icon Revoi.in

Animal:રણબીર કપૂર અને રશ્મિકા મંદાના પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે

Social Share

મુંબઈ:સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘એનિમલ’ સતત સમાચારોમાં રહે છે.આ ફિલ્મમાં પહેલા રણબીર કપૂર અને પરિણીતી ચોપડા એકસાથે જોવા મળવાના હતા,પરંતુ પછી પરિણીતીએ આ ફિલ્મ છોડી દીધી.ત્યારથી મેકર્સ નવી હિરોઈનની શોધમાં હતા અને હવે એવા અહેવાલો છે કે,ફિલ્મમાં રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકા ભજવશે.એવામાં રણબીર કપૂર અને રશ્મિકા મંદાના પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

એક રિપોર્ટ અનુસાર,રશ્મિકા મંદાનાને લીડ રોલ માટે સાઈન કરવામાં આવી છે. ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર અને સંદીપ રેડીનું માનવું છે કે,ફિલ્મ પ્રમાણે આ રોલ રશ્મિકા માટે પરફેક્ટ રહેશે.મેકર્સ રણબીર સાથે નવા ચહેરાને સાઈન કરવા માંગતા હતા, તેથી હવે રશ્મિકાને ફિલ્મનો ભાગ બનાવવામાં આવી છે.આ સાથે નિર્માતાઓ પણ માને છે કે, રશ્મિકા અને રણબીરની કેમેસ્ટ્રી શાનદાર રહેશે.

રશ્મિકા આ ​​ફિલ્મમાં રણબીર કપૂર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તો,ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જૂનમાં શરૂ થવાની સંભાવના છે.’એનિમલ’નું નિર્દેશન કરનાર સંદીપ રેડ્ડી વાંગાએ ‘કબીર સિંહ’, ‘અર્જુન રેડ્ડી’ જેવી ઘણી હિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

ટૂંક સમયમાં રણબીર કપૂર આલિયા ભટ્ટ સાથે ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે, જેના પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.તો, રશ્મિકા મંદાના પાસે હાલમાં ઘણી બોલિવૂડ ફિલ્મો છે જેમાં તે કામ કરી રહી છે અને છેલ્લી વખત તે ફિલ્મ ‘પુષ્પા’માં જોવા મળી હતી.

 

Exit mobile version