Site icon Revoi.in

RRR ફિલ્મના નામે વધુ એક સિદ્ધીઃ નાટૂ નાટૂ સોંગને બેસ્ટ સોંગનો મળ્યો ગોલ્ડન એવોર્ડ

Social Share

ફિલ્મ આરઆરઆર એ ભારતીય સિનેમામાં શાનદાર કમાણી કરીને સુપર હિટ ફઇલ્મોનની યાદીમાં સ્થાન મેળવવામાં સફળ બની છે, આ ફિલ્મ ઓસ્કારમાં પણ નોમિનેટ થી છે ત્યારે હવે આ ફિલ્મની સિદ્ધીમાં વધુ ઉમેરો થયો છે જે પ્રમાણે આ ફિલ્મનું સોંગ નાટૂ નાટૂ બેસ્ટ સોંગ સાબિત થયું છે.

એસએસ રાજામૌલીની ફિલ્મને પણ બે કેટેગરીમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની 80મી આવૃત્તિ યુએસમાં કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સમાં બેવર્લી હિલ્ટન ખાતે શરૂ થઈ ગઈ છે., 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં, RRR ને આ શ્રેણીમાં શ્રેષ્ઠ બિન-અંગ્રેજી ફિલ્મ અને શ્રેષ્ઠ મૂળ ગીત ‘નાટુ નાટુ’ માટે નામાંકિત કરવામાં આવ્યા છે.

વર્ષ  2023 માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહ માટેના નામાંકનોની જાહેરાત ડિસેમ્બર 12, 2022ના રોજ કરવામાં આવી હતી. આ એવોર્ડ જીત્યા બાદ એસએસ રાજામૌલી જુનિયર એનટીઆર, રામ ચરણ આલિયા ભટ્ટ અને અજય દેવગનની ટીમમાં ઉત્સાહ જોવા મળ્યો છે.