- ગુજરાતમાં આપને બીજો ફટકો
- આપના ઉમેદવારે બીજેપીનો હાથ ઝાલ્યો
- અબડાસા બેઠકના ઉમેદવારે બીજેપીને આપ્યું સમર્થન
અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીના ઉમેદવારોનો પણ રંગ બદલાતો જોવા મળી રહ્યો છે,એક પાર્ટી છોડીને બીજી પાર્ટીને સમર્થન આપતા ઉમેદવારોની સંખ્યા જાણે વધી રહી છે ગુજરાતમાં ભલે આપ ખૂબ પ્રચાર કરતી હોય પરંતુ આપની ઉમેદવારી નોંધાવી ચૂકેલા પાર્ટીના નેતાએ આપને છોડીને બીજેપીની સમર્થન આપ્યું હોવાની માહિતી સામે આવી રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આપ પોતાના પ્રચારમાં નાસીપાસ થતી જોવા મળી છે,ગુજરાત વિધાનસભાની બેઠક અબડાસા મતવિસ્તારના ઉમેદવાર વસંત ખેતાણી વિધાનસભા ચૂંટણીમાંથી પીછે હચ કરી ગયા છે અને તેમણે ભાજપનો હાથ જીલ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ જાહેરાત કરતાં વસંત ખેતાણીની એક વીડિયો પર વાયરલ થી રહ્યો છે ઉલ્લેખનીય છે કે આ બીજી ઘટના છે જ્યારે આમઆદમી પાર્ટીના ઉમેદવારે ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું છે. આ પહેલા આવીજ ઘટના સુરત પૂર્વના ઉમેદવાર કંચનભાઈ જરીવાલાએ કરી હતી.
વિતેલા દિવસને રવિવારની સાંજે વસંત ખેતાણી અચાનક ગાયબ થઈ ગયા હતા, ત્યારબાદ અફવાઓ શરૂ થઈ હતી કે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે ,તો કેટલાક લોકો દ્રારા કહેવામાં આવ્યું કે તેઓ રાજકીય દબાણ હેઠળ નાસી ગયા છે. જો કે તેમના ગાયબ થખતાની સાથે જ થોડાજ કલાકોમાં તેમનો વીડિયો સામે આવ્યો જેણે એ વાત જાહેર કરી હ઼કે તેઓએ આપને છોડીને બીજેપીનો હાથ થામી લીધો છે.તેમણએ કહ્યું કે હું રાષ્ટ્રના હિતમાં છું ભાજપના ઉમેદવારની તરફેણમાં ચૂંટણીમાંથી નિવૃત્ત થઈ રહ્યો છું અને બીજેપી સાથેસ જોડાવા જઈ રહ્યો છું