Site icon Revoi.in

કોંગ્રેસને વધુ એક ફટકો, સિનિયર નેતા અશ્વિની કુમારે આપ્યું રાજીનામું

Social Share

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન આજે કોંગ્રેસને વધુ એક ફકટો પડ્યો હતો. પંજાબમાં મતદાન પૂર્વે જ સિનિયર નેતા અશ્વિની કુમારે રાજીનામું આપ્યું હતું. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કાયદા મંત્રી અશ્વિની કુમારે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે. આમાં અશ્વિ કુમારે લખ્યું છે કે, તેઓ પાર્ટીની બહાર રહીને રાષ્ટ્રીય મુદ્દાઓ પર વધુ સારી રીતે કામ કરી શકે છે. આ સિવાય તેમણે પાર્ટીનો પણ આભાર માન્યો છે.

અશ્વિની કુમારે પોતાના રાજીનામામાં લખ્યું છે કે, ‘આ મામલા પર વિચાર કર્યા પછી, મેં તારણ કાઢ્યું છે કે વર્તમાન સંજોગો અને મારી ગરિમા અનુસાર, હું પાર્ટીના દાયરાની બહાર રહીને રાષ્ટ્રીય મુદ્દાઓને વધુ સારી રીતે પૂર્ણ કરી શકું છું.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે 46 વર્ષ સુધી પાર્ટી સાથે જોડાયેલા રહ્યા બાદ, તેઓ આ આશા સાથે પાર્ટી છોડી રહ્યા છે કે તેઓ સ્વતંત્રતા સંગ્રામ દ્વારા પરિકલ્પિત લોકશાહીના વચનને પૂર્ણ કરવા માટે સક્રિયપણે આગળ વધતા રહેશે.

અશ્ચિની કુમાર પંજાબથી રાજ્યસભાના સાંસદ હતા. આવી સ્થિતિમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા તેમનું રાજીનામું કોંગ્રેસ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. આ આઘાતજનક પણ છે કારણ કે અશ્ચિની કુમારને સોનિયા ગાંધીના નજીકના માનવામાં આવતા હતા. G-23 નેતાઓના સમયમાં પણ તેમણે સોનિયા ગાંધીનો બચાવ કર્યો હતો.