Site icon Revoi.in

બ્રિટન બાદ દક્ષિણ આફ્રીકામાં કોરોનાનું બીજુ નવું સ્વરુપ સામે આવ્યું – દ.આફ્રિકાથી બ્રિટન આવેલા બે લોકો સંક્રમિત મળી આવ્યા

Social Share

લંડનઃ-છેલ્લા થોડા દિવસોથી બ્રટિન કોરોનાના વના પ્રકારને લઈને સમગ્ર વિશ્વમાં ચરિચિકત બન્યું છે,અનેક મુશ્કેલીમાં મુકાયેલા બ્રિટનમાં હવે કોરોના વાયરસનો બીજો એક નવો પ્રકાર મળી આવ્યો છે, બ્રિટનના આરોગ્ય પ્રધાન મેટ હેનકોકે બુધવારના રોજ આ અંગે કહ્યું હતું કે, તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા બે લોકો આ નવા પ્રકારથી સંક્રમિત જોવા મળ્યા છે. દક્ષિણ આફ્રિકાના વાયરસના આ સ્વરૂપ સામે આવ્યા બાદ દેશમાં મહામારી વ્યાપક પ્રમાણમાં ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે તે સાથે જ કોરોનાની બીજી તરંગનો ભય પણ  નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે.

આરોગ્ય મંત્રી હેનકોકે જણાવ્યું હતું કે ચિંતાની વાત એ છે કે આ બંને દર્દીઓમાં જોવા મળતા વાયરસનું નવું સ્વરૂપ યુકેમાં તાજેતરમાં જ મળી આવેલા વાયરસના બીજા પ્રકારના વાયરસ કરતા વધુ ચેપગ્રસ્ત છે અને તે પ્રથમ કોરોના વાયરસના સ્વરુપથી જ પરિવર્તિત હોવાનું જણાય છે. તેમણે કહ્યું હતું કે, સરકારે તરત જ દક્ષિણ આફ્રિકાથી આવનારા તમામ અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો  છે અને આ સાથે જ છેલ્લા 15 દિવસમાં ત્યાંથી આવતા તમામ લોકોને તપાસ બાદ ક્વારેન્ટાઇન મોકલવાના આદેશો જારી કર્યા છે.

દક્ષિણ આફ્રીકામાંથી ણળી આવેલ આ નવો પ્રકાર બ્રિટન કરતા વધુ જોખમી

દક્ષિણ આફ્રીકામાં પહેલાથી જ આ નવા મ્યૂટેશનના કેસ મળી આવ્યા હતા, વૈજ્ઞાનિકોએ જાયું કે તાજેતરમાં જ દક્ષિણ આફ્રીકામાં કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળ્યો હતો જે આ મ્યૂટેશનથી જ શક્ય બન્યું હતું, દક્ષિણ આફ્રીકામાં જોવા મળેલા કોરોનાના આ નવા પ્રકાર બ્રિટનના કોરોના કરતા વધુ જોખમી અને વધુ અસરકારક છે.

આ નવા પ્રકારનું નામ છે 501.V2

દક્ષિણ આફ્રિકાના આરોગ્ય પ્રધાને ટ્વિટર કરીને માહિતી આપી હતી કે આ નવા વેરિયન્ટનું નામ 501.V2 છે. દક્ષિણ આફ્રિકાએ શોધ કરી  કે નવા વેરિયન્ટથી વગર કો-મોરબિટીડીઝ વાળા યુવાનો વધુ સ્કરમિત થયા છે, પહેલા આ વેરિયન્ટ પ્રથમ દરિયાકિનારાની નજીક મળી આવ્યું હતું, ત્યારબાદ તે શહેર જોવા મળ્યું હતું.

બ્રિટનમાં  ચાર કેસ મળી આવ્યા – અનેક દેશોએ આફ્રિકાની ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો

દક્ષિણ આફ્રીકામાં મળી આવેલા કોરોનાના આ નવા પ્રકારને લઈને બ્રિટન, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, તુર્કી, ઇઝરાઇલ અને મોરેશિયસે દક્ષિણ આફ્રિકાથી આવતી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. બીજી તરફ,  બ્રિટનમાં મળી આવેલા નવા સ્વરૂપના કોરોના વાયરસના ચાર કેસો મળી આવ્યા છે. ઇઝરાઇલના આરોગ્ય મંત્રાલયે બુધવારે તેની પુષ્ટિ કરી છે.

સાહિન-