Site icon Revoi.in

કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં એન્ટિબોડી કોકટેલ દવાનો થશે ઉપયોગ – દિલ્હીની હોસ્પિટલ થશે શરુઆત

Social Share

દિલ્હીઃ- રાજધાની દિલ્હીમાં સંક્રમણના દર્દીઓને પણ હવે કોરોનાની એન્ટિબોડી કોકટેલ દવા આપવામાં આવશે. તેની શરુઆત ઓખલાની ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલમાંથી શરૂ કરવામાં આવશે. સૌ પ્રથમ દેશના પ્રથમ ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલમાં દાખલ દર્દીને આ દવા આપવામાં આવી હતી.

ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલના અધ્યક્ષ ડો.અશોક શેઠે આ સમગ્ર બાબતને લઈને જણાવ્યું હતું કે ગુરુવારથી, હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી એન્ટીબોડી દવા જે કાસિરિવિમૈબ અને ઇમ્દેવીમૈબની કોકટેલ છે. તેની માત્રા કોરોના દર્દીઓને આપવામાં આવશે.

આ દવા કોરોના દર્દીઓની સ્થિતિ વધુ ખરાબ થાય તે પહેલાં હળવા અને મધ્યમ લક્ષણોથી રક્ષણ પૂરું પાડે છે. મંગળવારે હરિયાણાના 84 વર્ષીય દર્દી મોહબ્બતસિંઘને ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલમાં આ દવાનો ડોઝ આપવામાં આવ્યો હતો. તે કોકટેલ દવા લેનાર ભારતમાં પ્રથમ દર્દી બન્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ટ્રમ્પ કોરોના વાયરસથી પોઝિટિવ બન્યા હતા, ત્યારે તેમની સારવારમાં એક મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એક અઠવાડિયામાં જ તે કામ પર પાછા ફર્યા હતા, આ દવાની એક માત્રાની કિંમત આશરે 60 હજાર રૂપિયા રાખવામાં આવી છે.

હાલ સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બની છે ત્યારે હવે કોરોના સંક્રમિતોને આપવામાં આવતી આ કોકટેલ દવાથી સંક્રમિત દર્દીઓને રાહત મળશે. ત્યારે હવે દિલ્હીની હોસ્પરિટલમાંથી આ દવા દર્દીઓને આપવાની શરુઆત કરવામાં આવશે.