Site icon Revoi.in

ચીન ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા પ્રવાસીઓનો ફરજિયાત કોરોના ટેસ્ટ કરાશે

Social Share

નવી દિલ્હીઃ ચીન સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના વેરિએન્ટ બીએફ 7એ હાહાકાર મચાવ્યો છે અને ચીન સહિતના દેશોમાં મોટી સંખ્યામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન ભારત સરકારે સતર્કતા રાખીને ચીન સહિતના દેશોમાંથી આવતા પ્રવાસીઓના આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમે લોકો વિમાન મંત્રાલયથી વાત કરીને ચીન, જાપાન, હોંગકોંગ, બેન્કોક, દક્ષિણ કોરિયાથી આવતા યાત્રા માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરીશું

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારત આનારા યાત્રીને તાવ થયો હોય અને તેમણે કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી કોરન્ટાઈન કરવાનો આદેશ જારી કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવનારા આંતરાષ્ટ્રીય યાત્રિયો માટે વર્તમાન સ્વાસ્થ્ય સ્થિતિની જાહેરાત કરવા માટે એર સુવિધા ફોર્મ ભરવું ફરજિયાત હશે.