Site icon Revoi.in

વર્ષ 2025માં અત્યાર સુધીમાં રોહિત અને વિરાટ ઉપરાંત આ ક્રિકેટરોએ વિવિધ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ

Social Share

ક્રિકેટ જગત માટે 2025નું વર્ષ અત્યાર સુધી નિવૃત્તિનું વર્ષ સાબિત થયું છે. કેટલાક ખેલાડીઓએ ટેસ્ટ અને કેટલાક ખેલાડીઓએ ODI ફોર્મેટને અલવિદા કહ્યું છે. ભારતીય વન-ડે ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટી-20 વિશ્વકપ જીત્યા બાદ ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ હતી. જ્યારે તાજેતરમાં જ વિરાટ કોહલી અને રોહિત શર્મા ઉપરાંત અનેક વિસ્ફોટક ક્રિકેટરોએ નિવૃતિની જાહેરાત કરી છે.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હત. ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ તેણે નિવૃત્તિ લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. વિરાટે તેની 123 ટેસ્ટ મેચ કારકિર્દીમાં 9,230 રન બનાવ્યા છે. વિરાટ પહેલાથી જ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. વિરાટ કોહલી વન-ડે ક્રિકેટ રમતો જોવા મળશે. આ ઉપરાંત ભારતીય વન-ડે ટીમના કેપ્ટન રોહિત શર્માએ 7 મેના રોજ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેમના વિદાય પછી, શુભમન ગિલને ટેસ્ટ કેપ્ટનશીપ આપવામાં આવી છે. રોહિતે તેની 67 ટેસ્ટ મેચ કારકિર્દીમાં 4,301 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ ટી-20 વિશ્વકપ જત્યા બાદ ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

આ વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તે પહેલાં જ સ્ટીવ સ્મિથે ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્મિથે તેની 170 મેચની ODI કારકિર્દીમાં 5,800 રન બનાવ્યા હતા. સ્મિથે હજુ સુધી T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી નથી. ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્લેન મેક્સવેલે 2 જૂનના રોજ ODI ક્રિકેટને અલવિદા કહી દીધું છે. એક મહાન ઓલરાઉન્ડર તરીકે પોતાનું નામ બનાવનાર મેક્સવેલે 149 ODI મેચમાં 3,990 રન બનાવ્યા છે અને બોલિંગમાં 77 વિકેટ પણ લીધી છે.

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ હેનરિક ક્લાસેન 33 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે. ક્લાસેન 2024 માં પોતાની ટેસ્ટ કારકિર્દીનો અંત લાવ્યા હતા, હવે તેમણે ODI અને T20 ફોર્મેટને પણ અલવિદા કહી દીધું છે.

Exit mobile version