Site icon Revoi.in

Appleના CEO ટિમ કુક વડાપ્રધાન મોદીને મળ્યા,મુંબઈ બાદ હવે દિલ્હીમાં પણ સ્ટોર ખુલશે

Social Share

દિલ્હી : આઈફોન નિર્માતા એપલના સીઈઓ ટિમ કૂક ભારતના પ્રવાસે છે. દેશની રાજધાની દિલ્હીમાં એપલ સ્ટોર ખોલતા પહેલા તેઓ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

વડાપ્રધાન મોદીને મળ્યા બાદ તેમણે ટ્વિટ કર્યું કે ઉષ્માભર્યા સ્વાગત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. ભારતના ભવિષ્ય પર ટેક્નોલોજીની સકારાત્મક અસર અંગે અમે તમારા વિઝનને શેર કરીએ છીએ. શિક્ષણ અને વિકાસકર્તાઓથી લઈને ઉત્પાદન અને પર્યાવરણ સુધી, અમે સમગ્ર દેશમાં વિકાસ અને રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

તે જ સમયે, ટિમના આ ટ્વીટને રીટ્વીટ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ટિમ કૂક તમને મળીને ખૂબ જ ખુશી થઈ. વિવિધ વિષયો પર વાતચીત કરીને અને ભારતમાં થઈ રહેલા ટેક આધારિત ફેરફારોની ચર્ચા કરીને આનંદ થયો.

પીએમ મોદી ઉપરાંત ટિમ કુકે બુધવારે રાજીવ ચંદ્રશેખર અને અશ્વિની વૈષ્ણવ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓને પણ મળ્યા હતા.

ટિમ કૂક ગુરુવારે દિલ્હીમાં એપલનો પહેલો સ્ટોર સત્તાવાર રીતે ખોલશે. આ એપલ સ્ટોર સાકેતના સિલેક્ટ સિટીવોક મોલમાં ખુલવા જઈ રહ્યો છે.

અગાઉ, 18 એપ્રિલે એપલે મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં દેશનો પહેલો એપલ સ્ટોર સત્તાવાર રીતે ખોલ્યો હતો.