Site icon Revoi.in

નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)ના મહાનિર્દેશક તરીકે IPS સદાનંદ વસંતની નિમણુંક

Social Share

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા મોટા વહીવટી ફેરબદલમાં, IPS અધિકારી સદાનંદ વસંતને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત IPS પિયુષ આનંદને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના ડીજી બનાવવામાં આવ્યા છે. બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા આ નિમણૂકો સંબંધિત એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. IPS રાજીવ કુમાર શર્માને બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPRD)માં DG બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ અધિકારી સદાનંદ વસંત તેમના આકરા નિર્ણયો માટે જાણીતા છે. તેમને 2015માં CRPFના DG નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ તે સમય હતો જ્યારે છત્તીસગઢ સહિત દેશના ઘણા ભાગોમાં નક્સલવાદી હિંસા થઈ હતી, ત્યારબાદ સશસ્ત્ર અભિયાન ચલાવવામાં આવ્યું હતું. IPS સદાનંદ વસંત 1990 ના મહારાષ્ટ્ર કેડરના IPS અધિકારી છે. તેમને છત્તીસગઢના ગઢચિરોલીમાં નક્સલવાદી મોરચા પર તૈનાત કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2015માં તેમને સીઆરપીએફમાં આઈજીના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું હતું. તેમને CRPFના સ્પેશિયલ આઈજી બનાવવામાં આવ્યા હતા. આ પછી તેઓ ડીજી તરીકે પાંચ વર્ષ સુધી સીઆરપીએફમાં ડેપ્યુટેશન પર હતા. હવે તેમને NIAની કમાન સોંપવામાં આવી છે.

હાલમાં NIA જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ, પંજાબમાં આતંકવાદીઓ અને અમેરિકા, બ્રિટન, કેનેડા અને વિશ્વના અન્ય ભાગોમાં ખાલિસ્તાની હિંસા તેમજ PFI અને દેશભરમાં આતંકવાદી ગતિવિધિઓની જોરશોરથી તપાસ કરી રહી છે. IPS સદાનંદ વસંતના આગમન સાથે આ અભિયાનોને વધુ વેગ મળશે. તાજેતરમાં NIAએ PFIના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા છે અને મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા ભાગોમાં ISISના સ્લીપર સેલનો પર્દાફાશ થયો છે.