Site icon Revoi.in

કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપ્યા બાદ ગુજરાતના મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણૂંક

Social Share

ગાંધીનગર : ગુજરાતના મુખ્ય સચિવ તરીકે 1987 બેન્ચના આઈએએસ અધિકારી રાજકુમારની નિમણૂંક કરવામાં આવી છે. રાજકૂમાર હાલ ગૃહ વિભાગમાં એડિશનલ ચીફ સ્રેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જીએડી દ્વારા આજે નોટિફિકેશન જારી કરીને મુખ્ય સચિવ તરીકે રાજકુમારના નામની જાહેરાત કરવામાં આવી હતી.

આઈએએસ રાજકુમારની ગુજરાતના નવા અધિક મુખ્ય સચિવ તરીકે નિમણંક કરવામાં આવી છે.  IAS રાજ કુમારની સરકારના ચીફ સેક્રેટરી બન્યા છે. રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણૂંક કરવામાં આવી છે.  હાલ ગૃહ વિભાગના એડિશનલ મુખ્ય સચિવ રાજકુમાર ફરજ બજાવી રહ્યા છે. મુખ્ય સચિવ પંકજકુમાર 31 જાન્યુઆરીએ વયનિવૃત્ત થશે, ત્યારે પંકજકુમાર બાદ હવે રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમાર ચાર્જ સંભળાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની બ્યૂરોક્રસીમાં મુખ્ય સચિવ પદ માટે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. આ મલાઈદાર પદ માટે અનેક આઈએએસ ઓફિસરોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. પરંતું આખરે રાજકુમારના નામ પર પસંદગીનો કળશ ઢોળાયો છે. ગૃહ અને ઉદ્યોગ વિભાગના ACS રાજકુમાર આ પદ માટે સિનિયોરિટીમા બીજા ક્રમે હતા. તેથી તેમના ચાન્સ વધુ હતા. કેન્દ્ર સરકારની અનુમતી મળ્યા બાદ રાજકૂમારના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં મુખ્ય સચિવ પંકજકુમારને મળેલું એક્સટેન્શન 31 જાન્યુઆરીએ પૂરું થઈ રહ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે. રાજ્યના મુખ્ય સચિવની જેમ રાજ્યના પાલીસ વડા આશિષ ભાટિયાનો કાર્યકાળ પણ પુરો થઈ રહ્યો છે. ડીજીને એક્સ્ટેશન અપાયા બાદ 31 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થાય છે. હવે ફરીવાર તેમનો કાર્યકાળ વધારવામાં આવે તેવી શક્યતા ઓછી છે. એટલે ગુજરાતના નવા ડીજીના નામની પણ એકાદ-બે દિવસમાં જાહેરાત કરવામાં આવે તેવી શક્યાતા છે.