Site icon Revoi.in

“મારો પગ કાપી દો, પણ મને બચાવો”, આવું કહેનાર ટ્રક ડ્રાઇવરને બચાવ્યો APSEZની ફાયર સર્વિસે

Social Share

અમદાવાદઃ  અનેકવાર રોડ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર કે પછી કાર ડ્રાઇવર, એટલા ભયાનક અકસ્માતનો ભોગ બને છે કે તેમને બચાવવા મુશ્કેલ થઇ જાય છે. આવા, સમયે તેમને સહીસલામત બહાર નીકાળવા માટે ખાસ બચાવ કામગીરી કરવામાં આવે છે. જો કે આવું જ્યારે મુન્દ્રા અને તેની આસપાસના વિસ્તારમાં થાય છે ત્યારે ફાયર બિગ્રેડની સાથે કેટલીકવાર મુશ્કેલ રેસ્ક્યૂ મિશનને પાર પાડવા માટે APSEZ (Adani Ports and Special Economic Zone Limited)ની  ફાયર સર્વિસ ટીમને પણ બોલવવામાં આવે છે.

23 માર્ચ 2022ના રોજ આવો જ એક અકસ્માત બન્યો હતો. મુન્દ્રા ખાતે થયેલા આ અકસ્માતમાં ડ્રાઇવરનો જમણો પગ સીટ અને ક્લચ પેડલની વચ્ચે તેવી રીતે ફસાઇ ગયો હતો કે તેનો બચાવ કરવો ખૂબ જ મુશ્કેલ થઇ ગયો હતો. એક સમય તો એવો પણ આવ્યો કે ડ્રાઇવર અવધેશ કુમારે કહ્યું કે “તમે મારો પગ કાપી લો, પણ મને બચાવી લો…” પણ APSEZની ફાયર સર્વિસ ટીમે ડ્રાઇવરને હિંમત આપી અને ભારે જહેમત પછી તેના પગને કાપ્યા વગર તેને સકુશળ બહાર નીકાળ્યો. જે પછી તેને અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

જો કે આવું પહેલીવાર નથી થયું, આ પહેલા પણ અનેકવાર ટ્રક અકસ્માત કે કાર અકસ્માતમાં ફસાયેલા વાહન ચાલકને APSEZની ફાયર ટીમ દ્વારા બચાવવામાં આવ્યા છે.

મુંદ્રાઃ આસપાસના વિસ્તારમાં આગ લાગે ત્યારે અદાણી પોર્ટ્સ એન્ડ સીઝની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી જાય છે

આ અંગે વાત કરતાં અદાણી APSEZની ફાયર સર્વિસ ટીમના ડેપ્યુટી મેનેજર, રત્નદીપ ત્રિવેદીએ કહ્યું કે “આ અકસ્માતમાં તો, એક વખતે ડ્રાઇવર પણ હિંમત હારી ગયો હતો. પણ અમે તેને હિંમત બનાવી રાખવાનું કહ્યું, ચોક્કસથી આ રેસ્ક્યૂ ઓપરેશન ખૂબ જ મુશ્કેલ હતું. પણ અમને ખુશી તે વાતની છે કે અમે તેનો પગ કાપ્યા વગર તેને ટ્રકમાંથી બહાર નીકાળી શક્યા. ગત વર્ષ 2021-22માં પણ અમે 6 લોકોના જીવ આ રીતે બચાવ્યા છે. જે અલગ અલગ ઘટના સ્થળે રોડ અકસ્માતમાં ફસાયેલા હતા.” ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત આગ લાગવાની ઘટનામાં પણ સ્થાનિક ફાયર ટીમ સાથે ધણીવાર APSEZ ફાયર સર્વિસની મદદ લેવામાં આવે છે. ગત 15 મહિના દરમિયાન જ આગ અને બચાવની ઘટના માટે APSEZ ફાયર સર્વિસને 86થી વધુ ફોન આવ્યા છે. જેમાંથી 30 ફોન મોટી આગ અને બચાવની ઘટનાઓ માટે હતા.