Site icon Revoi.in

સમગ્ર રાજ્યમાં 15થી 18 વર્ષના કિશોરોના 100 ટકા રસીકરણ મામલે અરવલ્લી પ્રથમ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને નાથવા માટે રસીઅકરણ હાથ ધરવામાં આવ્યું છે. હાલ 15થી 18 વર્ષના કિશોરોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં કોરોના વોરિયર્સ અને વિવિધ બીમારીથી પીડિતા સિનિયર સિટીઝનોને પણ પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. દરમિયાન અરવલ્લી જિલ્લામાં પંદર થી અઢાર વર્ષના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની વેક્સિનેશન કામગીરી સો ટકા પૂર્ણ કરી છે. આમ સમગ્ર રાજ્યમાં અરવલ્લી જિલ્લો પ્રથમ બન્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના વેક્સિનેશ માટે ઝુંબેશના ભાગરૂપે પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, અને આ કામગીરી અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ટૂંક સમયમાં પૂર્ણ કરી છે. આ માટે પંયાયત, શિક્ષણ, મહેસૂલ તેમજ આરોગ્ય વિભાગને સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ માટે પ્રથમ તબક્કામાં શાળામાં હાજર વિદ્યાર્થીઓની વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી જ્યારે બીજા તબક્કામાં ગેરહાજર અથવા તો કોવિડને કારણે શાળામાં ન આવતા હોય તેવા  બાળકોની યાદી તૈયાર કરીને સંપૂર્ણ વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. પંદર થી 18 વર્ષના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનિઓની વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરી સમગ્ર રાજ્યમાં અરવલ્લી જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે.