Site icon Revoi.in

અરવલ્લીઃ અસાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં ભિષણ આગ, ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો

Social Share

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના શામળાજી નજીક આવેલી જીઆઈડીસી ખાતે બંધ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી, આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાટ સ્વરૂપ ધારણ કરી હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યાં હતા. આ ફેક્ટરી લગભગ ચાર મહિનાથી બંધ હાલતમાં હતી અને ફેક્ટરીના સંકુલમાં કેમિકલના 10 જેટલા ટેન્કર પણ પડ્યાં હતા.

અરવલ્લીના શામળાજી નજીક આવેલી અસાલ જીઆઇડીસીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાને પગલે મોડાસા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. 10થી વધુ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર અને ઈડર થી ફાયર ફાઈટરને બોલાવવામાં આવી છે. જિલ્લા ક્લેકટર દ્વારા આ માટે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. કેમિકલ ફેક્ટરી છેલ્લા ચારેક માસથી બંધ હતી. આમ છતાં અહીં 60 જેટલા કેમીકલના ટેન્કરો હતા. આમ મોટી સંખ્યામાં કેમીકલના ટેન્કરો હોવાને આગ વધુ પ્રસરી હતી.

રીપોર્ટ પ્રમાણે 60 જેટલા ટેન્કર આગમાં બળીને ખાખ થઈ ગયા છે. ઘટનામાં પ્રાથમિક તપાસ શરુ કરવામાં આવી છે અને આગ નિયંત્રણ હેઠળ હોવાનુ રિઝિયોનલ ફાયર અધિકારી હિંમાશુ પટેલે જણાવ્યુ હતુ. ફાયરબ્રિગેડે ફેકટરીમાં કેવી રીતે આગ લાગી તેનું કારણ જાણવા કવાયત શરૂ કરી છે. આ ઉપરાત ફેક્ટરી છેલ્લા ચાર મહિનાથી બંધ હતી તો ફેક્ટરી સંકુલમાં કેમિકલ ભરેલા ટેન્કર ક્યાં અને કેમ આવ્યા તે અંગે પણ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.