Site icon Revoi.in

અરવલ્લી: શામળાજી મંદિરમાં ફાગણી પૂનમની તડામાર તૈયારીઓ શરૂ

Social Share

ઈડર: અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે હોળી પર્વ અને ફાગણ સુદ પૂર્ણિમાને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભગવાનના દર્શન માટે વહેલી સવારથી કાર્યક્રમને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. ફાગણ સુદ પૂર્ણિમાને લઇને મંદિરના દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે.

ભગવાન શામળિયાના દર્શનનો સમયની વાત કરવામાં આવે તો સવારે 6-00 કલાકે મંદિર ખુલશે, સવારે 6 : 45 કલાકે મંગલા આરતી થશે. આમ,અલગ-અલગ દર્શનની રૂપરેખા જાહેર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે લાંબા સમય પછી લોકોને આ પ્રકારના તહેવારો તથા ભગવાનની પૂજા કરવા માટેની તક મળી છે. મોટા ભાગના લોકોને કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને ઘરમાં રહેવું પડ્યું હતુ, પણ હવે કોરોનાથી સ્થિતિ સામાન્ય થતા લોકોને રાહત પણ મળી છે અને ભગવાનના દર્શન માટે મંદિરોમાં પણ જવાની તક મળી છે.