Site icon Revoi.in

શું તમે પોતાની બીમારીથી સુરક્ષીત રહેવા આ દવા તો નથી ખાતાને? વિદેશોમાં છે આ દવા પર પ્રતિબંધ

Social Share

દિલ્હી :   આપણા દેશમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ હવે ખુબ સામાન્ય થઈ ગઈ છે. અમુક ઉંમર પછી લોકો આ બીમારીઓને દવાઓ લેવાનું શરૂ કરી દે છે પણ મોટાભાગના લોકોને ખબર હોતી નથી કે તેઓ જે દવા ખાઈ રહ્યા છે તે કેટલી સુરક્ષિત છે. આ બાબતે હાલમાં જ વિશ્વાસ ભાંભુરકર નામના અરજદાર દ્વારા જનહિતમાં અરજી કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં સબ સ્ટાન્ડર્ડ દવાઓ મોટા પ્રમાણમાં ઠાલવવામાં આવી રહી છે તેના પર કોઈ નિયત્રંણ રાખવામાં આવતું નથી.

આવી દવાઓ પર ઘણા દેશોએ પ્રતિબંધ મૂક્યો છે. બીજી તરફ ફાર્માસ્યુટિકલ કંપનીઓ આ પ્રતિબંધિત દવાઓનું ભારતનાં બજારોમાં ખુલ્લેઆમ વેચાણ કરી રહી છે, જેમાંથી કેટલીક દવાઓ તો જીવલેણ સાબિત થઈ છે છતાં તબીબો દ્વારા તેને લખી આપવામાં આવે છે. આવી દવાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી જાહેરહિતની અરજી હાઈ કોર્ટમાં કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ દવાના ઉપયોગથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ પણ થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે સુનાવણી દરમિયાન એક્ટિંગ ચીફ જસ્ટિસ એ. જે. દેસાઈની ખંડપીઠે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવીને વધુ સુનાવણી 15 જૂન પર મુકરર કરી છે.

આ અરજીમાં એવી રજૂઆત કરાઈ છે કે, વિદેશમાં જે દવાના વપરાશ સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવી દવાઓનું ભારતનાં બજારોમાં ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે.