Site icon Revoi.in

અરૂણાચલ પ્રદેશમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ

Social Share

નવી દિલ્હીઃ અરૂણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અરૂણાચલ પ્રદેશના ઉપરી સિયાંગ જિલ્લામાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. દુર્ઘટના તૂતિંગ હેડક્વાર્ટરથી લગભગ 25 કિમી દૂર સિંગિંગ ગામ પાસે સર્જાઈ હતી. ગુવાહાટીનું ડિફેન્સ પીઆરઓના જણાવ્યા અનુસાર બચાવ ટીમને તાત્કાલિક મોકલી આપવામાં આવી છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટરમાં કેટલી વ્યક્તિ સવાર હતી અને ક્યાંથી ક્યાં જઈ રહ્યું હતું, તેની માહિતી જાણી શકાઈ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કેનારનાથમાં એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દૂર્ઘટનામાં ગુજરાતની 3 દીકરીઓ સહિત સાત વ્યક્તિઓના મૃત્યુ થયાં હતા.