Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં સેનાએ સામુદાયિક રેડિયો સ્ટેશનનો આરંભ કર્યો – આ રેડિયો કાશ્મીરની શાંતિ અને વિકાસ માટે સમર્પિત

Social Share

શ્રીનગર – સૈનાએ ઉત્તર કાશ્મીરમાં પોતાની તરફથી પ્રથમ રેડિયો સ્ટેશન રેડિયો 90.4 હર દીલ કી ધડકન, સોપોરમાં મજબદ વિસ્તારમાં શરુઆત કરી છે,જેનું ઉદઘાટન ગુરુવારે 15 મી કોર્પ્સના જીઓસી લેફ્ટનન્ટ જનરલ બી.એસ.રાજૂ દ્વારા કરવામાં આવ્યું હતું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન સોપોર,બાંદીપોરા અને બારામુલ્લા જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે,મુખ્ય અતિથિએ સમુદાય રેડિયો સ્ટેશનને કાશ્મીરની શાંતિ અને વિકાસ માટે સમર્પિત કર્યું હતું.

વિવિધ વિસ્તારોમાં કનેક્ટિવિટીથી સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી આ સમુદાયિક રેડિયો સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે. તે સમુદાય સંવાદ, માહિતીના આદાનપ્રદાન, કલા અને સંસ્કૃતિના આદાન પ્રદાન માટે એક સારું પ્લેટફોર્મ પ્રદાન કરશે. આ રેડિયો સ્ટેશન સ્થાનિક અને સમુદાયના પ્રશ્નો માટે વધુ સારું વાતાવરણ તૈયાર કરશે.

આ સમુદાય રેડિયો સ્ટેશન ઉત્તર કાશ્મીર, ખાસ કરીને સ્થાનિક ઉદ્યોગસાહસિકો, સંગીતકારો, રમતવીરો અને કલાકારોને કાશ્મીર અને બાકીના વિશ્વના લોકો સુધી પહોંચાડશે. કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ઉત્તર કાશ્મીરના સ્થાનિક રેડિયો જોકી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જેઓ પોતે પણ આ કાર્યમાં ફાળો આપવા આગળ આવ્યા છે.

આ રેડિયો મારફત અનેક વય જૂથોના લોકોને તેમના અનુભવો શેર કરવા અને દવાના દુરૂપયોગ અને અન્ય સામાજિક કારણો વિશે જાગૃતિ ફેલાવવાનું એક મંચ પણ પ્રદાન કરે છે. સમુદાય રેડિયો સ્ટેશન, વ્યાપક પ્રેક્ષકોને એકીકૃત સેવા આપવા માટે ફેસબુક, યુટ્યુબ અને ઇન્ટરનેટ રેડિયો જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ કરાવાશે.

સાહિન-