Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં સેનાના જવાનોએ આતંકી કાવતરું નિષ્ફળ બનાવ્યું – IED મળી આવતા તેનો નાશ કર્યો

Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર એવો વિસ્તાર છે કે જ્યા સરહદ પર અવાર નવાર આતંકીઓ નાપાક કાવતરા ઘડતા રહેતા હોય છે ત્યારે સેનાના જવાઓ અડીખમ રહીને આકંતીઓની નાપાક હરકતને નષ્ટ કરતા હોય છે ત્યારે જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં પણ આતંકીઓને મોટી માત્રામાં ઈઆડી મળશી આવ્યો હતો જેનો સેના દ્રારા નાશ કરવામાં આવ્યો છે આ રીતે આતંકીઓનું મોટૂ કાવતરું નિષ્ફળ બન્યું છે.

પોલીસ આપેલી માહિતી પ્રમાણે  શનિવારે જણાવ્યું હતું કે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના અહસ્ટિંગો વિસ્તારમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ મળી આવ્યા બાદ મોટી દુર્ઘટના ટળી હતી.એઅસ્તાંગૂ વિસ્તારમાં બે ગેસ સિલિન્ડરો સાથે ફીટ કરાયેલ આશરે 15-16 કિલો વજનનો IED મળી આવ્યો હતો.જો કે આતંકીઓનું કાવતરું સેનાએ નિષ્ફળ બનાવી દીધૂ છે.

કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે આ IED વિસ્ફોટક પ્લાન્ટ કર્યો હતો, જેથી જ્યારે ભારતીય સૈનિકો આ માર્ગ પરથી પસાર થાય ત્યારે તેમના માટે આ વિસ્ફોટ કરી શકાય. જો કે, સુરક્ષા દળોની તત્પરતાએ આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી અને IED શોધી કાઢવામાં આવ્યો .

સુરક્ષા દળોને આઈઈડી વિસ્ફોટકની માહિતી મળી કે તરત જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને તે આઈઈડીને ડિફ્યુઝ કરવા અને તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માટે બોલાવવામાં આવી. આ પછી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં બદિયારા અને કનબથી ગામો વચ્ચે બાંદીપોરા-સોપોર રોડ નજીક મળેલા તેનો નાશ કરાયો હતો.