Site icon Revoi.in

જમ્મુ -કાશ્મીરના રોજારીમાં સેનાને મળી મોટી સફળતા – રસ્તા પરથી IED ઝપ્ત કરતા આતંકીઓનું કાવતરું નિષ્ફળ બનાવ્યું

Social Share

શ્રીનગરઃ- દેશનું સ્જવર્મ્મુગ ગણાતા કાશ્મીર કે જ્યાં અવાર નવાર આતંકીઓ પોતાની નાપાક સાજીશને અંજામ આપવાની તૈયારીમાં હોય છે, જો કે સેનાના જવાનો ખડેપગે રહીને આતંકીઓના નાપાક ઈરાદા પર પાણી ફેરવે છે, આજે પણ જમ્મુ કાશ્મીરના રાજોરીમાં કંઈક આવી જ ઘટના સામે આવી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આજરોજ સુરક્ષાદળોને મોટી સફળતા હાંસલ થઈ છે.કારણ કે તેઓએ આતંકીઓના મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે,આજરોજ શનિવારે વહેલી સવારે સુરક્ષાદળોને રાજોરીના ગુરદા રોડ પરથી IED મળી આવ્યું છે.

પોલીસે આ અંગેની માહિતી આપી છે.જવાનોને રસ્તા પર કંઈક ખાસ શંકાસ્પદ  વસ્તુ દેખાઈ હતી તપાસ કરતા ખબર પડી કે તે વસ્તુ ઈઆઈડી હતી ત્યારે હવે ઘટનાને લઈને પોલીસ વધુ તપાસ હાથ ઘરી રહી છે.

આ મામલે રાજોરીના એસએસપી શીમાં નબી કાસબાએ જાણકારી આપી છે કે ઈઆઈડીનો એક સુરક્ષિત જગ્યાએ નાશ કરવામાં આવ્યો છે,પોલીસને રાજોરીના ગુરદા રોડ પર ગુરદા ચાવા ગામમા શંકાસ્પદ પ્રવૃિત્તીઓની ગુપ્ત માહિતી મળી હતી ત્યારે બાદ પોલીસને આ IED મળી આવ્યું છે.પોલીસના  સ્પેશિયલ સર્ચ  ઓપશેરન ગૃપ અને ભારતીય સેનાના દળોએ આજ રોજ શનિવાર સવારે  આ તલાશી અભિયાન ચલાવ્યું હતું જેમાં તેમને આ સફળતા મળી છે.

આ સમગ્ર મામલે સએસપીએ કહ્યું, “પોલીસની બોમ્બ સ્ક્વોડ પછીથી આઈઈડીને ખતમ કરવા માટે એસઓપીના આધારે તેને સુરક્ષિત જગ્યાએ લઈ ગઈ. બાદમાં તેનો સલામત સ્થળે નાશ કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે એક દિવસ પહેલા જ કાશ્મીરના બારામુલામાં એક સ્વતંત્ર સરપંચની આતંકીઓએ હત્યા કરી હતી. અને બીજે દિવસે આ ઈઆઈડીનો જત્થો મળી આવ્યો છે.