Site icon Revoi.in

ગીરના જંગલમાં વનરાજોની તરસ છીપાવવા માટે 500 જેટલા કૃત્રિમ પાણીના કુંડ, પોઈન્ટ બનાવાયા

Social Share

જુનાગઢઃ ઉનાળાના પ્રારંભ સાથે જ પોરેસ્ટ વિભાગ દ્વારા ગીરના જંગલમાં સિંહ સહિતના પ્રાણીઓ માટે 500 જેટલા કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. અને સમયાંતરે ટેન્કરો દ્વારા કૂંડ ભરવામાં આવી રહ્યા છે. માત્ર વનરાજો જ નહીં પણ અન્ય પ્રાણીઓ તેમજ પક્ષીઓ પણ પોતાની તરસ છીપાવી રહ્યા છે.મોટા ભાગના પ્રાણીઓ સવાર-સાંજ જ પાણી પીવા માટે બહાર આવે છે, મોટાભાગના પ્રાણીઓ તાપમાનમાં પોતે વૃક્ષોના છાંયા નીચે બેસી રહે છે.

ગીરના જંગલમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ જંગલમાં કુદરતી સ્ત્રોત કે, પાણીની કુંડીઓ, કે નદીના આજુબાજુના વિસ્તારમાં પાણી કુદરતી રીતે સંગ્રહ હોય છે. ત્યાં જઈને તરસ છીપાવતા હોય છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા ઉનાળા દરમિયાન જંગલમાં વસવાટ કરતા સિંહ સહિતના પ્રાણીઓની સારીએવી દેખભાળ કરવામાં આવતી હોય છે. જંગલમાં વસતા પ્રાણીઓ માટે કુત્રિમ રીતે પીવાના પાણી વ્યવસ્થા કરવામાં આવી છે.ગીર જંગલમાં સિંહ, હિરણ, સાંભર, શિયાળ નીલગાય સહિતના હજારો પ્રાણીઓ વસવાટ કરે છે. તમામ પ્રાણીઓ માટે ગાઢ જંગલમાં 500 જેટલા પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. ઘણા સ્થળો એવા છે. કે જ્યાં ટેન્કરો કે ટ્રેક્ટર પણ પહોંચી શકતા નથી. ત્યાં પણ પાણી પહોંચાડવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

જુનાગઢ વન વિભાગના વન સંરક્ષક આરાધના શાહુએ જણાવ્યું હતું કે, ગીર અને આજુબાજુના વન્ય પ્રાણીઓના વિસ્તારમાં ઉનાળો જ્યારે શરૂ થાય છે ત્યારે વન્ય પ્રાણીઓ માટે અલગ અલગ માધ્યમથી પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. વન વિભાગ દ્વારા સર્વે કરી પાણીના સ્ત્રોતો ઊભા કરવામાં આવે છે. જે સ્થળ પર કુદરતી પાણીનો સ્ત્રોત સૂકાઈ ગયો હોય ત્યાં વનવિભાગે કૃત્રિમ કુંડી બનાવી પાણીની વ્યવસ્થા કરે છે. હાલ ગીર વિસ્તારમાં અને વન્ય પ્રાણીઓના વસવાટ વિસ્તારમાં 500 જેટલા પાણીના પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે. જે જગ્યા પર કુદરતી રીતે પાણી છે ત્યાં વન્ય પ્રાણીઓ પાણી પીવા આવે અને જે જગ્યા પર કુંડીઓ બનાવવામાં આવેલી છે અને તેમાં પાણી નથી ત્યાં સોલાર દ્વારા પવનચક્કીઓ દ્વારા અને ટેન્કરો દ્વારા ખાલી કુંડીઓમાં પાણી ભરવામાં આવે છે..