1. Home
  2. Tag "gir forest"

વોવાઝોડાનું સંકટઃ ગીર જંગલમાં સાવજોની સલામતી માટે સતર્ક વનવિભાગનું સઘન પેટ્રોલીંગ

અમદાવાદઃ ગુજરાતના દરિયા કિનારા ઉપર બિપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. વાવાઝોડાની શકયતાને પગલે વહીવટી તંત્ર સાબદુ બન્યું છે અને દરિયાકાંઠા વિસ્તારમાં જોરશોરથી લોકોને સલામત સ્થળ પર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન જૂનાગઢના ગીર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સાવજોની સલામતીને ધ્યાનમાં રાખીને વનવિભાગ પણ ગીર જંગલ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરી રહ્યું છે. તેમજ […]

ગીરના જંગલમાં વનરાજોની તરસ છીપાવવા માટે 500 જેટલા કૃત્રિમ પાણીના કુંડ, પોઈન્ટ બનાવાયા

જુનાગઢઃ ઉનાળાના પ્રારંભ સાથે જ પોરેસ્ટ વિભાગ દ્વારા ગીરના જંગલમાં સિંહ સહિતના પ્રાણીઓ માટે 500 જેટલા કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. અને સમયાંતરે ટેન્કરો દ્વારા કૂંડ ભરવામાં આવી રહ્યા છે. માત્ર વનરાજો જ નહીં પણ અન્ય પ્રાણીઓ તેમજ પક્ષીઓ પણ પોતાની તરસ છીપાવી રહ્યા છે.મોટા ભાગના પ્રાણીઓ સવાર-સાંજ જ પાણી પીવા માટે બહાર આવે છે, […]

વિશ્વ સિંહ દિવસઃ ગીરમાં એશિયાટિક સિંહની વસ્તીમાં ઉત્તરોત્તર થયો નોંધપાત્ર વધારો

દર વર્ષે 10મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે. દુનિયામાં સિંહની સતત ઘટતી વસ્તી અને તેના સંરક્ષણ માટે જાગૃતિ લાવવા માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર એશિયામાં એક માત્ર ભારતના ગુજરાતના ગીર જંગલમાં સાવજો વસવાટ કરે છે. જ્યારે હાલ આફ્રિકાના 21થી વધારે દેશમાં વનરાજોની હાજરી જોવા મળે છે. ગીર […]

ગીર જંગલમાં સાત વનરાજો કૃત્રિમ કુંડમાં પાણી પીતા એકસાથે જોવા મળ્યાં, કતાર ગામે 13 સિંહો દેખાયા

જુનાગઢઃ ઉનાળાની અસહ્ય ગરમીમાં જંગલના વનરાજો પણ આકૂળ-વ્યાકૂળ થતા હોય છે,  જેમાં જંગલમાં ઝરણાઓ પણ સૂકાઈ જાય છે. સિંહોને  ઉનાળામાં પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે વન વિભાગ દ્વારા કૃત્રિમ કૂંડીઓ બનાવવામાં આવી છે. અને દિવસે-આંતરે કુંડીઓને પાણીથી ભરવામાં આવે છે. આવી કુંડીઓ પર સિંહો જ નહીં અન્ય પ્રાણીઓ પણ પોતાની તરસ બુઝાવવા માટે […]

ગીરના જંગલમાં હરણ, ચિત્તલ, સાબર, નીલગાય, સહિત તૃણાહારી પ્રાણીઓ વસતી ગણતરી શરૂ

જુનાગઢઃ  ગીરના જંગલમાં સિંહ અને દીપડાઓ વસવાટ કરે છે. જંગલમાં સિંહ અને દીપડા તૃણાહારી પ્રાણીઓનો શિકાર કરીને ખોરાક મેળવતા હોય છે.  જંગલમાં તૃણાહારી પ્રાણીઓની કેટલી વસતી છે, તેની ગણતરી કરવાનો પ્રારંભ તા. 8મી મેથી શરૂ કરાયો છે. જંગલના જુદા જુદા વિસ્તારોમાં ફરીને વન વિભાગનો સ્ટાફ હરણ, ચિત્તલ, સાબર, નીલગાય, ચોસિંગા, ચિંકારા, જંગલી ભૂંડ સહિતના તૃણાહારી […]

ગીરના જંગલમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે વન વિભાગે પાણીના 500 જેટલા પોઈન્ટ ઊભા કર્યા

જૂનાગઢ :  ગુજરાતમાં એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો છે. અસહ્ય ગરમીએ સૌ કોઈને અકળાવી મુક્યા છે. લોકો તો એસી-પંખાથી ઠેડક મેળવી લેતા હોય છે, પણ જંગલના પશુ-પંખીઓની હાલત ગરમીમાં દયનીય બનતી હોય છે. પ્રાણીઓને પીવાના પાણી માટે દુર દુર સુધી ભટકવું પડતું હોય છે. ત્યારે વનવિભાગ દ્વારા જંગલમાં રહેતા પ્રાણીઓ માટેની પાણીની […]

ગુજરાતમાં સિંહની સંખ્યા વધીને 700ને વટાવી ગઈઃ પૂનમ અવલોકનમાં વધુ બાળસિંહ નજરે પડ્યા

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના કારણે સિંહ અભ્યારણ્યો મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન સિંહનો સવનન પિરિયડ હોવાથી સિંહ એવું વન્યપ્રાણી છે કે, કોઈનીયે ખલેલ સહન કરતો નથી. રાજ્યમાં સરકારના પ્રયાસોથી અને યોગ્ય દેખભાળને લીધે સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતમાં સિંહની સંખ્યામાં 6થી 8 ટકાનો વધારો થતાં વસ્તી 700ને પાર પહોંચી […]

ગીર જંગલ વિસ્તારમાં ઉનાળાની ગરમીમાં પ્રાણી-પક્ષીઓ માટે પાણીના પોઈન્ટ બનાવાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થાય છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પાણીની બુમરાડ સામે આવે છે. બીજી તરફ ઉનાળાની આગ ઓકતી ગરમીમાં મુંગા પશુ અને પ્રાણીઓની હાલત દયનીય બનતી હોય છે. જેથી વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને પ્રકૃતિ પ્રેમીઓ તેમના માટે પાણીની વ્યવસ્થા ગોઠવતા હોય છે. એશિયાઈ સિંહોના ઘર ગણાતા ગીર જંગલમાં […]

ગુજરાતમાં બે વર્ષમાં 313 વનરાજોના મોત

અમદાવાદઃ સમગ્ર દેશમાં માત્ર ગુજરાતના ગીર જંગલમાં જ સિંહ છે અને તેથી જ ગીર જંગલને સાવજોનું ઘર માનવામાં આવે છે. જો કે, ગીર જંગલમાં સાવજોના મોતનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ગુંજ્યો હતો. રાજ્યમાં છેલ્લા બે વર્ષના સમયગાળામાં 313 જેટલા વનરાજોના મોત થયા હોવાનું જાણવા મળે છે. ગુજરાત વિધાનસભામાં સિંહના મૃત્યુ અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પ્રશ્ન […]

ગીર જંગલમાં સાવજો બાદ હવે દીપડાઓને લગાવાશે રેડિયો કોલર

અમદાવાદઃ ગીર જંગલમાં સાવજોના લોકેશન માટે રેડિયો કોલર લગાવવામાં આવ્યાં હતા. હવે વન વિભાગ દ્વારા સિંહ બાદ હવે દીપડાને પણ રેડિયો કોલર લગાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાસણમાં બે દીપડાને રેડિયો કોલર લગાવી જંગલમાં છોડવામાં આવ્યા છે. હાલ પ્રાયોગિક ધોરણે પ્રથમ પાંચ દીપડાને રેડિયો કોલર લગાવાની કામગીરી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગીર જંગલ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code