Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં પૂનાના માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન

Social Share

મુંબઈઃ માર્ચના આરંભ સાથે જ ગરમીનો પ્રારંભ થશે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં કેરીની ભારે માંગ હોય છે. દરમિયાન પૂણાના બજારમાં અત્યારથી હાફુસ કેરીનું આગમન થયું છે. એક વેપારીએ કેરીનું ટોપલી રૂ. 31 હજારમાં ખરીદી હતી. અત્યાર સુધીમાં સૌથી વધારે કિંમત હોવાનું મનાઈ રહ્યું છે. આગામી દિવસોમાં બજારમાં કેરીઓ જોવા મળશે. બીજી તરફ કોરોનાના કેસમાં ઘટાડો થતા આ વર્ષે સારો વ્યવસાય થવાની વેપારીઓ આશા રાખી રહ્યાં છે.

પુણે જિલ્લાના એક બજાર વિસ્તારમાં હાફૂસ કેરીની એન્ટ્રી થઈ ચૂકી છે. જો કે, આ વખતે કોરોના મહામારી અને અન્ય સમસ્યાઓને કારણે કેરીના ભાવ આસમાને પહોંચી ગયા છે. પૂણેના એક બજારમાં હરાજી દરમિયાન હાફૂસ કેરીની ટોપલી રૂ. 31,000માં વેચાઈ હતી અને આ સાથે વેપારીએ દાવો કર્યો હતો કે તે 50 વર્ષમાં “સૌથી મોંઘી” ખરીદી હતી. જો કે, બજારમાં કેરીઓ આવવાની શરૂઆત થતાં જ ફળોની ટોપલીઓને ફૂલોના હાર પહેરાવીને વધાવવામાં આવ્યા હતા, ઉપરાંત કેરીની સિઝનમાં સારો ધંધો થાય તે માટે વેપારીઓ પ્રાર્થના કરી હતી.

દેવગઢ રત્નાગિરીથી પ્રખ્યાત હાફુસ કેરીનું પહેલું બોક્સ શુક્રવારે પુણેના APMC માર્કેટમાં આવ્યુ હતુ. આ દરમિયાન APMC માર્કેટના વેપારી યુવરાજ કાચીએ જણાવ્યુ હતુંકે, ‘આ સીઝનની પ્રથમ શરૂઆતની કેરીઓ છે. દર વર્ષે આ વહેલી કેરીની એક ધાર્મિક વિધિ તરીકે હરાજી કરવામાં આવે છે કારણ કે તે આગામી બે મહિના માટે વ્યવસાયનું ભાવિ નક્કી કરે છે.’