Site icon Revoi.in

અરુણાચલ પ્રદેશે જલ જીવન મિશનના 75% કવરેજ લક્ષ્યને પાર કર્યું,PM મોદીએ પેમા ખાંડુની પ્રશંસા કરી

Social Share

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અરુણાચલ પ્રદેશમાં જલ જીવન મિશન (JJM) હેઠળ 75 ટકા કવરેજને પાર કરવા બદલ મુખ્યમંત્રી પેમા ખાંડુની આગેવાની હેઠળની સરકારની પ્રશંસા કરી હતી.

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુના ટ્વિટ પર પીએમ મોદીએ તેમના રિટ્વીટમાં લખ્યું,“અરુણાચલ પ્રદેશના ભાગોમાં મુશ્કેલ પ્રદેશને ધ્યાનમાં રાખીને અમૃત મહોત્સવના સમયમાં 75% કવરેજ પ્રશંસનીય છે. આ જલ પહોંચાડનાર ટીમને અભિનંદન અને બાકીનો ભાગ પૂર્ણ કરવા માટે શુભેચ્છાઓ.

આ પહેલા ખાંડુએ પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 ઓગસ્ટ, 2019ના રોજ શરૂ કરાયેલ ‘જલ જીવન મિશન’નો ઉદ્દેશ્ય દરેક ઘરમાં સ્વચ્છ પાણી પહોંચાડવાનો છે. તે એક મોટી સફળતા છે કે અમે તેના હેઠળ 75% કવરેજ વટાવીને 1.73 લાખ ગ્રામીણ પરિવારોને પીવાનું પાણી પૂરું પાડ્યું છે.

આ સિદ્ધિ ખાસ કરીને નોંધપાત્ર છે, તેમણે કહ્યું, કારણ કે અમારી પાસે દૂરસ્થ અને દુર્ગમ સ્થળોએ ઘરો છે. આ ઘરોને પીવાનું પાણી પૂરું પાડવું એ એક મોટો પડકાર હતો અને હું ખુશ છું કે વડા પ્રધાનની પ્રેરણાથી તે હાંસલ થયું. જેમણે આ શક્ય બનાવ્યું તે તમામને અભિનંદન પાઠવું છું. ” અરુણાચલ પ્રદેશે મિશન હેઠળ 2023 સુધીમાં રાજ્યના તમામ ઘરોમાં 100% નળના પાણીના જોડાણો આપવાનું નક્કી કર્યું છે. ત્યારે અરુણાચલ પ્રદેશે જલ જીવન મિશનના 75% કવરેજ લક્ષ્યને પાર કર્યું હતું.