Site icon Revoi.in

આર્યન ખાન ડ્રગ્સ કેસ- પહેલી વાર અભિનેતા શાહરુખ ખાન પુત્રને મળવા જેલ પહોચ્યા, 15 મિનિટ સુધી કરી વાતચીત

Social Share

મુંબઈઃ છેલ્લા ઘણા સમયથી આર્યન ખાન ડ્રગ્સ કેસ ચર્ચિત મુદ્દો બન્યો છે, ત્યારે હવે ઘણા સમય બાદ આર્યન ખાનના પિતા શાહરખ ખાન પુત્રને મળવા માટે મુંબઈની આર્થર રોડ જેલ પહોંચ્યા હતા.જ્યારથી આર્યન ખાન જેલમાં બંધ છે ત્યારથી  આ પહેલી વાર છે કે શાહરુખ  તેના પુત્રને મળવા આવ્યો છે, શાહરૂખ ખાને દીકરાને મળ્યા બાદ તેના સાથે 15 મિનિટ સુધી વાત કરી, કિંગ ખાને જેલમાંથી બહાર આવતા મીડિયા સાથે વાત કરવાનું પણ ટાળ્યું હતું તેમણે મીડિયા સાથે વાત વહોતી કરી.

ઉલ્લેખનીય છે કે બુધવારે સેશન્સ કોર્ટમાં આર્યનની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો આર્યન ખાન કેસમાં જામીનનો સતત વિરોધ કરી રહ્યો છે. એનસીબીની તમામ દલીલો મુખ્યત્વે વોટ્સએપ ચેટ પર આધારિત છે. હવે તેના વકીલે આર્યનના જામીન માટે બોમ્બે હાઈકોર્ટમાં પણ અરજી કરી દીધી છે.

શાહરૂખ પાસે તેના પુત્ર માટે જામીન મેળવવા માટે સાત દિવસ છે. કારણ કે કોર્ટમાં દિવાળીની રજાઓ જલ્દી શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, આર્યન ખાનના વકીલોનો પ્રયાસ હશે કે તેઓ વહેલી તકે તહેવારો પહેલાજ આર્યનને ઘરે જવાના દરવાજાઓ ખોલે.

શાહરુખના પુત્ર આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની 3 ઓક્ટોબરે એનસીબીનાદક પ્રદાર્થ રાખવા, આ સંબંધમાં સાજિશ કરવા તેનું સેવન ખરીદી અને તસ્કરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલ ત્રણેય ન્યાયિક કસ્ટડીમાં છે. આટલા દિવસોથી જેલમાં રહેલા આર્યનને શાહરૂખ ખાન આજે પહેલી વખત મળ્યો છે. અત્યાર સુધી શાહરૂખના મેનેજર આર્યનની હાલત પૂછવા જેલમાં આવતા રહેતા હતા.

આર્થર રોડ જેલ એડમિનિસ્ટ્રેશન તરફથી  આપવામાં આવેલી જાણકારી પ્રમાણેઆર્યન ખાન સહિત તમામ આરોપીઓને આજે હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે નહીં, પરંતુ તમામને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટરૂમમાં રજૂ કરવામાં આવશે. બુધવારે આર્યનની જામીન અરજી ફગાવી દેવાયા બાદ સતીશ માનશિંદેએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.