Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીમાં 10 જેટલાં કોર્ષ ઓનલાઈન, દુનિયાના કોઈપણ ખૂણાએથી મેળવી શકાશે ડિગ્રી

Social Share

અમદાવાદ:  ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીકોમ, બીસીએ, બીબીએ સહિત 10 જેટલા પીજીના કોર્સ ઓનલાઈન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ કોર્સ માટે પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા 15 સપ્ટેમ્બરની આસપાસથી શરૂ કરાશે. દેશ-વિદેશના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવાશે. અને પરીક્ષા પણ ઓનલાઈન લેવાશે. ઉતિર્ણ થનારા વિદ્યાર્થીઓને કોર્ષ મુજબ ડીગ્રી આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઇન અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશથી લઈ, શિક્ષણકાર્ય, પરીક્ષા, પરિણામ, ડિગ્રી સહિતની તમામ પ્રક્રિયાઓ ઓનલાઇન કરવાની રહેશે. ઓનલાઇન કોર્સ શરૂ કરવા અંગે કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાઈ કોઈપણ વિદ્યાર્થીઓ દેશ – વિદેશના કોઈપણ ખૂણામાં રહી અભ્યાસ કરી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી શકશે ઓનલાઇન અભ્યાસના માધ્યમથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસની તક પેદા થશે. ગુજરાત યુનિવર્સિટીને UGC એટલે કે યુનિવર્સિટી ઓફ ગ્રાન્ટસ કમિશન દ્વારા 3 યુજી તેમજ 10 પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ ઓનલાઇન શરૂ કરવાની મંજૂરી મળી છે. છેલ્લા 4 વર્ષથી નેશનલ એજ્યુકેશન ફ્રેમવર્કમાં ગુજરાત યુનિવર્સિટીનું પહેલું સ્થાન તેમજ સ્ટેટ લેવલના રેટીંગમાં પણ એક માત્ર ફાઈવ સ્ટાર રેટિંગ રાજ્યકક્ષાએ ગુજરાત યુનિવર્સિટીએ હાંસિલ કર્યા છે, જેનો લાભ ઑનલાઇન કોર્સની મંજૂરી માટે યુનિવર્સિટીને થયો છે. વિદ્યાર્થીઓ માટે આગામી ટૂંક સમયમાં ગુજરાત યુનિવર્સિટી પોતાનું ડિઝિટલ કન્ટેન્ટ બનાવશે, જેને યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકવામાં આવશે. ઓનલાઈન કોર્સમાં ફોરેન્સીક સાયન્સ, આર્ટીફિશ્યલ ઇન્ટલીજન્સ, લેન્ગવેજ, સહીતના અનેક પીજીના કોર્સ વિદ્યાર્થીઓ કરી શકશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે. ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઈન અભ્યાસ માટે દેશ-વિદેશમાંથી ઈન્કવાયરીઓ આવતી હોય છે. ઘણાબધા નોકરી કરતા લોકો ઘેરબેઠા ઓનલાઈન અભ્યાસ કરીને યુનુવર્સિટીની ડિગ્રી લેવા માગતા હોય છે. ઓનલાઈન અભ્યાસથી આવા વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે.