Site icon Revoi.in

મધ દરિયામાં ફસાયેલા દ.ભારતના 14 માછીમારો અનેક મુશ્કેલીનો સામનો કરી અંતે પરત ફર્યાં

Social Share

બેંગ્લોરઃ દક્ષિણ ભારતના કેરળ અને તમિલનાડુના કેટલાક માછીમારો માછીમારી માટે બોટમાં નીકળ્યાં હતા. જો કે, સાતેક દિવસ બાદ મધદરિયે બોટમાં ટેકનિકલ ખામી સર્જાતા માછીમારોની મુશ્કેલી વધી હતી. જે બાદ બોટમાં સવાર માછીમારોની મુશ્કેલી ઘટવાને સતત વધતી રહી હતી. આ દરમિયાન તેમના બોટનું લંગર પણ ક્ષતિગ્રસ્ત થતા માછીમારોની મુશ્કેલીમાં વધારો થયો હતો. અંતે માછીમારો જીવ બચાવીને નાવડીની મદદથી ‘ઇલે એન્ગ્લાઇસ’ સુધી પહોંચવામાં સફળ થયા હતા. અહીં માછીમારો લગભગ 15થી વધારે દિવસો જેમ તેમ પસાર કર્યાં હતા. માછીમારોએ નારિયળના પાણીથી 15 દિવસ કાઢ્યાં હતા. અંતે બ્રિટીશ બોટની મદદ મળતા માછીમારો પરત ફરવામાં સફળ રહ્યાં હતા. એકાદ મહિના બાદ માછીમારો પરત આવતા પરિવારમાં પણ ખુશી ફેલાઈ હતી.

કેરળના 9 અને તમિલનાડુના 5 માછીમારો 27 નવેમ્બરના રોજ માછલી પકડવા માટે દરિયામાં ગયા ત્યારે તેઓએ ક્યારેય વિચાર્યું ન હતું કે તેઓ મૃત્યુનો સામનો કરશે. આ તમામ માછીમારો દરિયામાં માછીમારી કરવા ટેવાયેલા હતા. 27 નવેમ્બરે તમામ 14 માછીમારોએ 35 દિવસ સુધી રાશન બાંધીને પોતાની બોટમાં રાખ્યું હતું. આ માછીમારો સામાન્ય રીતે સતત 25 દિવસ સુધી દરિયામાં રોકાયા હતા. આ તમામ તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના થંગાપટ્ટિનમથી તેમની બોટ યાત્રા પર નીકળ્યા હતા.

માછીમારોને 4 ડિસેમ્બરના રોજ તેમની મુસાફરીમાં માંડ એક અઠવાડિયું થયું હતું. દરમિયાન બોટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તે વખતે તમામ માછીમારો દરિયાકાંઠેથી લગભગ પાંચ નોટિકલ માઇલ દૂર હતા ત્યારે તેમની બોટનું ગિયરબોક્સ તૂટી ગયું હતું. લગભગ ત્રણ દિવસ સુધી બધા દરિયામાં લંગર રહ્યા હતા. દરમિયાન, તેમને શ્રીલંકાની માછીમારી બોટ જોવા મળી હતી. શ્રીલંકાના માછીમારોની મદદથી ક્ષતિગ્રસ્ત ગિયર બોક્સનું સમારકામ કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન દરિયામાં હવામાન ખરાબ થઈ ગયું હતું, જેના કારણે બોટ ક્રિસા મોલનું એન્કર કપાઈ ગયું હતું અને તે પાણીમાં વહી જવા લાગી હતી. આ પછી માછીમારો નાવડીની મદદથી ‘ઇલે એન્ગ્લાઇસ’ સુધી પહોંચવામાં સફળ થયા. Ile Anglais એ એટોલ છે જે સોલોમન ટાપુઓનો ભાગ છે. સોલોમોન્સ માલદીવની દક્ષિણે હિંદ મહાસાગરમાં ચાગોસ દ્વીપસમૂહમાં સ્થિત છે.

આ દરમિયાન ભારતીય માછીમારો પાસે જે પણ ખોરાક હતો તે ખતમ થઈ ગયો હતો. તેમણે દરિયાના ખારા પાણીમાં ચોખા રાંધ્યા અને ખાધા. નિર્જન એટોલ, ઇલે એન્ગ્લાઇસ ટાપુ પર ઘણા નારિયેળના વૃક્ષો હતા, ભૂખે મરતો માછીમાર 15 દિવસ સુધી નારિયેળનું પાણી પીને જીવતો રહ્યો. કારણ કે અહીં પુષ્કળ વરસાદ પડે છે, તેઓ ત્યાં વરસાદનું પાણી એકઠું કરીને પોતાની તરસ છીપાવતા હતા.

ઇલે એન્ગ્લાઇસ પર ફસાયેલા તમામ માછીમારોએ બચાવવાની આશા લગભગ છોડી દીધી હતી. પરંતુ, 23 ડિસેમ્બર એ માછીમારો માટે આશાના કિરણ તરીકે આવ્યો જ્યારે ત્યાંથી પસાર થઈ રહેલા બ્રિટનના OSV ગ્રામપિયન એન્ડ્યુરન્સ જહાજે તેને જોયું. બ્રિટિશ જહાજે તેમને બચાવ્યા અને ભારતીય કોસ્ટ ગાર્ડને સોંપી દીધા. તમામ માછીમારો સ્વસ્થ હોવાનું કહેવાય છે.