1. Home
  2. Tag "fishermen"

ભારત-બાંગ્લાદેશ વચ્ચે માછીમારોની પરસ્પર મુક્તિ અને પ્રત્યાર્પણનો લેવાયો નિર્ણય

નવી દિલ્હીઃ ભારતે 90 બાંગ્લાદેશી માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. વિદેશ મંત્રાલય દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતે 90 બાંગ્લાદેશી માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું ભારત અને બાંગ્લાદેશ વચ્ચે માછીમારોની પરસ્પર મુક્તિ અને પ્રત્યાર્પણ પ્રક્રિયાનો એક ભાગ છે. ભારત દ્વારા કેટલાક બાંગ્લાદેશી માછીમારોની […]

ભારતના દરિયાકિનારાએ છેલ્લા દાયકામાં અભૂતપૂર્વ વિકાસ જોયો છેઃ PM મોદી

પૂણેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વાધવન પોર્ટનો શિલાન્યાસ કર્યો. આ સિવાય તેમણે વિવિધ મત્સ્યોદ્યોગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ માછીમારોને ટ્રાન્સપોન્ડર અને કિસાન ક્રેડિટ કાર્ડનું પણ વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ અંદાજે રૂ. 1,560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેનો હેતુ સમગ્ર દેશમાં સેક્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને […]

દરિયો તોફાની બનશે, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા હવામાન વિભાગે આપી સુચના

અમદાવાદઃ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાથી ગુજરાતના હવામાન પર અસર થશે તેના લીધે ગરમીમાં થોડી રાહત થશે. તાપમાનમાં સરેરાશ એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે. દરમિયાન દરિયો તોફાની બનવાની શક્યતા છે.  બે દિવસ હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારોનું વાતાવરણ પણ સાફ થશે. આથી ગરમ ભેજયુક્ત હવાને કારણે ડિસ્કમ્ફર્ટનો અનુભવ પણ નહીં રહે. […]

પોરબંદરથી 40 કિમી દૂર દરિયામાં ફસાયેલા 5 માછીમારોને કોસ્ટગાર્ડે બચાવ્યા

અમદાવાદઃ ભારતીય કોસ્ટ ગાર્ડે પોરબંદરથી 40 કિમી દૂર દરિયાની મધ્યમાં ફિશિંગ બોટમાંથી પાંચ માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ICG જહાજ C-16 એ પ્રેમસાગર જહાજના તમામ પાંચ ક્રૂને બચાવ્યા અને તેમને તબીબી સહાય પૂરી પાડી. આ પછી તેઓને પોરબંદર લાવીને ફિશરીઝ વિભાગને સોંપવામાં આવ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડે  ફિશિંગ બોટમાંથી પાંચ માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ફોર્સે […]

માછીમારોના મૃત્યુની પરિસ્થિતિમાં વળતરની મર્યાદામાં વધારો

નવી દિલ્હીઃ કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રી પુરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, માછીમારોનુ મૃત્યુ થાય તે પરિસ્થિતિમાં પાંચ લાખ વળતર આપવામાં આવશે. અગાઉ માછીમારોનું મૃત્યુ થાય તે પરિસ્થિતિમાં એક લાખ રૂપિયા વળતર આપવામાં આવતું હતું, જે વધારીને હવે પાંચ લાખ કરી દેવામાં આવ્યું છે. કોલકત્તા ન્યૂ ટાઉનમાં બિસ્વ બંગલા કન્વેન્શન સેન્ટરમાં 13માં ભારતીય મત્સ્ય પાલન […]

ભારતીય નૌસેનાએ બંગાળની ખાડીમાં ફસાયેલા ત્રણ જહાજોને બચાવ્યા, 36 માછીમારોનું કર્યું રેસ્ક્યુ

બંગાળની ખાડીમાં ફસાયા ત્રણ જહાજો ભારતીય નૌસેનાએ કર્યો બચાવ  36 માછીમારોનું કર્યું રેસ્ક્યુ દિલ્હી: બંગાળની ખાડીમાં ત્રણ જહાજો ફસાયા હતા.બંગાળની ખાડીમાં ફસાયેલા ત્રણ જહાજોને ભારતીય નૌસેનાએ બચાવ્યા હતા. આ ત્રણ જહાજોમાં 36 માછીમારો સવાર હતા.જેનું ભારતીય નૌસેના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, નેવીએ શનિવારે કહ્યું કે તેણે બંગાળની ખાડીમાં ફસાયેલા 36 ભારતીય […]

ગુજરાતઃ માછીમારોનું બે મહિનાનું વેકેશન, 31મી જુલાઈ સુધી માછીમારો દરિયો નહીં ખેડે

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને માછીમારો હવે તા. 31મી જુલાઈ સુધી દરિયામાં માછીમારી કરવા જઈ શકશે નહીં. આ અંગે મત્સ્યવિભાગે પરિપત્ર જાહેર કરીને નિર્દેશ કર્યો છે. જેથી રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ફિશરીંગ બોટ લંગારવામાં આવી રહી છે. પોરબંદર સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં ફીશરીંગ બોર્ડ લંગારવામાં આવી છે. બે મહિના વેકેશન બાદ માછીમારો અષાઢી બીજના પાવન […]

દક્ષિણ ગુજરાતમાં માછીમારોને ડીઝલ સબસિડી ન મળતા અચોક્કસ મુદતની હડતાળ,

નવસારીઃ  ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો છે. અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સમુદ્રમાં માછીમારીના વ્યવસાયથી હજારો માછીમારો રોજગારી મેળવી રહ્યા છે. છેલ્લા મહિનાઓથી અનેક વિટંબણાઓનો સામનો કરી રહ્યા છે. યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધ અને ચાઇનાની કોરોનાની સ્થિતિની અસર મત્સ્યોદ્યોગ ઉપર જોવા મળી રહી છે, ખાસ કરીને દરિયાઈ મેવાનાં ભાવ 50 થી 60 ટકા ઘટવા સાથે […]

મધ દરિયામાં ફસાયેલા દ.ભારતના 14 માછીમારો અનેક મુશ્કેલીનો સામનો કરી અંતે પરત ફર્યાં

બેંગ્લોરઃ દક્ષિણ ભારતના કેરળ અને તમિલનાડુના કેટલાક માછીમારો માછીમારી માટે બોટમાં નીકળ્યાં હતા. જો કે, સાતેક દિવસ બાદ મધદરિયે બોટમાં ટેકનિકલ ખામી સર્જાતા માછીમારોની મુશ્કેલી વધી હતી. જે બાદ બોટમાં સવાર માછીમારોની મુશ્કેલી ઘટવાને સતત વધતી રહી હતી. આ દરમિયાન તેમના બોટનું લંગર પણ ક્ષતિગ્રસ્ત થતા માછીમારોની મુશ્કેલીમાં વધારો થયો હતો. અંતે માછીમારો જીવ બચાવીને […]

માંગરોળ બંદર પર GFCCના પંપમાં ડીઝલના બદલે પાણી નીકળતા માછીમારોએ કર્યો હોબાળો

જુનાગઢઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. અને સૌરાષ્ટ્રના માછીમારી બંદરો પર માછીમારોને સબસિડીથી બોટ માટે ડીઝલ આપવામાં આવે છે. માંગરોળના બંદરે જીએફસીસીના પંપ પરથી ડીઝલનું વિતરણ કરાતું હોય છે. આ પંપ પર ડીઝલમાં પાણી ભેળવવામાં આવતું હોવાથી માછીમારીની ફરિયાદો હતી. અને આ અંગે અગાઉ માછીમારોએ રજુઆતો પણ કરી હતી. માછીમારોએ પંપ પર જઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code