1. Home
  2. Tag "fishermen"

ભારતીય જળસીમામાં માછીમારી કરતા 11 માછીમારો ઝડપાયાં

બેંગ્લોરઃ ભારતીય કોસ્ટ ગાર્ડે ઇન્ડિયન એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)માં માછીમારી મામલે શ્રીલંકાના 11 માછીમારોની ધરપકડ કરી છે. આ સાથે તેમની બે બોટ પણ જપ્ત કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, તેમની ધરપકડ પછી, કોસ્ટ ગાર્ડ વધુ તપાસ માટે શ્રીલંકાના માછીમારોને કાકીનાડા લઈ ગઈ છે. મળતી માહિતી મુજબ ભારતીય કોસ્ટ ગાર્ડે શ્રીલંકાના માછીમારો વિરુદ્ધ આ કાર્યવાહી કરી […]

અરબી સમુદ્રમાંથી પાકિસ્તાને ભારતીય બોટ અને માછીમારોનું કર્યું અપહરણ

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જળ અને જમીનની સીમા સાથે જોડાયેલો છે. દરમિયાન અરબી સમુદ્રમાંથી પાકિસ્તાન મરીનએ ભારતીય ફિશિંગ બોટ ઉપર ગોળીબાર કર્યો હતો. તેમજ માછીમારોનું બોટ સાથે પાકિસ્તાને અપહરણ કહ્યું હતું. આઠ જેટલા ભારતીય માછીમારોનું અપહરણ કરાયું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીએ મોડી રાત્રે પાકિસ્તાન સાથેની દરિયાઈ […]

દરિયામાંથી મળી આવ્યો આ અજીબ જીવ, જોઈને સૌ માછીમારો પણ આશ્ચર્ય પામ્યા

દરિયામાંથી બેબી ડ્રેગન જેવી ફિશ મળી આવી રશઇયન માછીમારોને મળ્યો છે આ અજીબ જીવ   વિશ્વમાં આપણાને ઘણી અજાયબીઓ જોવા મળે છે, ખાસ કરીને દરિયામાંથી અજીબો ગરીબ જીવ જોવા ણળતા હોય છે દરિયો ખેડતા માછીમારોને આવી અનેક જીવ સુષ્ટી ઘણી વખત જોવા મળે છે. જીવવિજ્ઞાનીઓ સમુદ્રમાં થતી તમામ ગતિવિધિઓ પર નજર રાખે છે. દરિયાઈ જીવો […]

હવે દેશના માછીમારોને ક્રેડીટ કાર્ડ દ્વારા મળશે ધિરાણ

સાગર પરિક્રમાનો પ્રારંભ કરાયો પરશોતમ રૂપાલાની જાહેરાત કચ્છના સાગર કાંઠેથી કરી જાહેરાત  હવે દેશના માછીમારોને ક્રેડીટ કાર્ડ દ્વારા મળશે ધિરાણ  ભુજ: કેન્દ્રીય મત્સ્ય, પશુ પાલન અને ડેરી વિભાગના મંત્રી પરશોતમ રૂપાલાની ઉપસ્થિતિમાં આજે સાગર પરિક્રમાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત માછીમાર સમુદાય, પશુપાલકો અને અન્ય સામાજિક રાજકીય આગેવાનોને સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલાએ […]

વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા માછીમારોને રાજ્ય સરકારે જાહેર કર્યું રૂપિયા 265 લાખનું પેકેજ

ગાંધીનગરઃ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તાઉતૈ નામના વાવાઝોડાને કારણે દરિયા કાંઠા વિસ્તારને ભારે નુકશાન થયું હતું. જેમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કાંઠા વિસ્તારના ગામોને અને માછીમારોને ભારે નકશાન થયું હતું. આથી રાજ્ય સરકારે દરીયાકાંઠાના વિસ્તારમાં નુકશાન પામેલા માછીમારોને આર્થિક રીતે સહાયપ થવા માટે 265 લાખનું સહાય પેકેજ મહેસૂલ મંત્રી અને પ્રવકતા મંત્રી રાજેન્દ્ર […]

પોરબંદરઃ જખૌ પાસે દરિયામાં માછીમારી કરતા મછીમારોને પોલીસે આપી સૂચના

અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયા સીમા સાથે જોડાયેલું છે. દરમિયાન ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ગુજરાતના માછીમારોનું અપહરમ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા જખૌ નજીક માછીમારી કરતા પોરબંદરના માછીમારોને ભૂલથી પણ બોર્ડર ક્રોસ કરી પાકિસ્તાનના દરીયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે. ગુજરાતના જખૌ […]

પાક.ની જેલમાં કેદ ગુજરાતના માછીમારોને સ્વજનો સાથે પત્ર કે ફોનથી વાત પણ કરવા દેવાતી નથી

વેરાવળઃ  ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો છે. જેમાં ગીર સોમનાથ.પોરબંદર,ઓખા, સહિત કાંઠા વિસ્તારના જિલ્લાના માછીમારો દરિયો ખેડીને માછલીઓ પકડીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘણીવાર માછીમારો ભૂલથી દરિયાઈ સરહદ ઓળંગી લેતા હોય છે, તેયારે રાહ જોઈને બેઠેલા પાકિસ્તાનના મરીન ફોર્સના જવાનો ભારતીય માછીમારોનું અપહરણ કરીને પાકિસ્તાન લઈ જતાં હોય છે. હાલ ગુજરાત ઘણાબધા માછીમારો પાકિસ્તાનની જેલમાં […]

પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને મુક્ત કરાવવા મહિલાઓ મેદાનમાં ઉતરી, આંદોલનની ઉચ્ચારી ચીમકી

અમદાવાદઃ ગુજરાતના દરિયામાં માછીમારી કરતા માછીમારોનું પાકિસ્તાની મરિન સિક્યુરિટી એજન્સીઓ દ્વારા અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના અનેકવાર સામે આવે છે. હાલ પણ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના જ 350થી વધારે માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. દરમિયાન આ માછીમારોને મુક્ત કરાવવા માટે હવે મહિલાઓ મેદાને પડી છે. મોટી સંખ્યામાં એકઠી થયેલી મહિલાઓએ પાકિસ્તાનની જેલમાં બંધ […]

માછીમારોને હવે ડિઝલની સબસિડી સીધી તેમના ખાતામાં જમા થશે

ગાંધીનગરઃ રાજ્યમાં માછીમારોને મળતી ડિઝલ સબસીડી  હવે તેમના ખાતાંમાં જમા થશે. એક કે તેથી વધુ 20 મીટર થી ઓછી લંબાઇની યાંત્રિક હોડીઓ ધરાવનાર રાજ્યના તમામ માછીમારોને એન્જીનના હોર્સ પાવર વાઇઝ અને સરકાર દ્વારા માન્ય ડિઝલ પંપો પાસેથી માછીમારીના હેતુ માટે ખરીદેલા વાર્ષિક ડિઝલના ક્વોટા ઉપર 100 ટકા વેટ રાહત આપવામાં આવે છે,જેને ડીઝલ સબસીડી પણ […]

માલધારીઓ અને માછીમારોને પણ હવે ઓછા વ્યાજની લોન માટે કિસાન ક્રેડિટ કાર્ડ અપાશે: રૂપાલા

રાજકોટઃ  સરકાર દ્વારા કિસાનોને ક્રેડિટ કાર્ડના માધ્યમથી કોઈપણ જાતના મોર્ગેજ વગર ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે તે પ્રકારની વ્યવસ્થા માછીમારો અને માલધારીઓને પણ હવે મળશે તેવી જાહેરાત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કરી છે. જનઆશીર્વાદ યાત્રાના અનુસંધાને સરધાર સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, દિલ્હી, હરિયાણા, પંજાબ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code