Site icon Revoi.in

રાજકોટ ડિવિઝનના 15 જેટલા રેલવે સ્ટેશનો આત્યાધૂનિક બનાવાશે, પ્રવાસીની સુવિધામાં વધારો થશે

Social Share

રાજકોટઃ દેશભરના રેલવે સ્ટેશનોનું તબક્કાવાર નવિનીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજકોટ ડિવિઝન હેઠળના 15 જેટલા રેલવે સ્ટેશનોને અત્યાધૂનિક બનાવીને પ્રવાસીઓને સુવિધામાં વધારો કરવામાં આવશે. જે 15 સ્ટેશનોનું નવિનીકરણ કરાશે. જેમાં સુરેન્દ્રનગર, દ્વારકા, ઓખા, થાન, મોરબી, વાંકાનેર, ભકિતનગર, હાપા, ખંભાળિયા, કાનાલુસ, મીઠાપુર, પડધરી, ભાટીયા, લખતર અને જામવણથલી, રેલ્વે સ્ટેશનનોનો સમાવેશ થાય છે. ઈલેકટ્રીફીકેશન કામગીરી 23 જૂન સુધીમાં પૂર્ણ કરાશે.

પશ્ચિમ રેલવેનાં રાજકોટ ડિવિઝન દ્વારા ડિવિઝન સલાહકાર સમિતિની મીટીંગ DRM અનિલ જૈનનાં અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં સલાહકાર બોર્ડનાં સભ્યોએ રજૂ કરેલા પ્રશ્નો અને સુચનોની નોંધ લેવામાં આવી હતી. આ બેઠકમાં DRM અનિલકુમાર જૈને મેમ્બરોને જણાવ્યું હતું કે, અમૃત ભારત સ્ટેશન સ્કીમ અંતર્ગત ગુજરાતનાં 87 રેલ્વે સ્ટેશનોનું આધુનિકરણ થઈ રહ્યું છે. જેમાં રાજકોટ ડિવિઝનનાં 15 જેટલા રેલ્વે સ્ટેશનો સુરેન્દ્રનગર, દ્વારકા, ઓખા, થાન, મોરબી, વાંકાનેર, ભકિતનગર, હાપા, ખંભાળિયા, કાનાલુસ, મીઠાપુર, પડધરી, ભાટીયા, લખતર અને જામવણથલી, રેલ્વે સ્ટેશનનોનો સમાવેશ થાય છે. ઈલેકટ્રીફીકેશન કામગીરી 23 જૂન સુધીમાં પૂર્ણ કરાશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ઈલેકટ્રીફીકેશન કામગીરીમાં રાજકોટથી બીલેશ્ર્વર સુધી 9 કિ.મી.નું ઈલેકટ્રીફિકેશન જુન 23 સુધીમાં પૂર્ણ થતાં આખુ રાજકોટ ડિવિઝન ઈલેકટ્રીફાઈડ થઈ જશે રાજકોટથી કાનાલુસનો ડબલ લાઈન પ્રોજેકટ 2023 ડીસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જે 111-20 કિ.મી.નો લગભગ રૂપિયા 1780.58 કરોડનાં ખર્ચે પૂર્ણ થશે. મુળી રોડ વગડીયા, લાખામાંસી અને દલડી રેલવે સ્ટેશનોનાં ફુટ ઓવરબ્રિજ ચાલુ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે.

આ મિટિંગમાં મેમ્બરો દ્વારા એવો પ્રશ્ન પૂછાયો હતો. કે,રાજકોટથી ઉપડતી તમામ ટ્રેઈનો પ્લેટ ફોર્મ નંબર 1 ઉપરથી ઉપડતી હતી, છેલ્લા થોડા સમયથી પ્લેટફોમ નંબર 2 અને 3 ઉપરથી ઉપાડવામાં આવે છે. આ પ્રશ્નના જવાબમાં ટેકનીકલ કારણોસર હવે પ્લેટફોર્મ નંબર 1થી ઉપાડવાનું શકય ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. તો ઓખાથી મુંબઈ જતો સૌરાષ્ટ્ર મેઈલનો સમય બદલી સાંજે 7 વાગ્યાનો કરવા માટે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રેલ્વે તંત્ર દ્વારા રાજકોટ કાનાલુસના બ્લોકને જવાબદાર ગણી હાલમાં આ સમય પરિવર્તન શકય નહીં હોવાનું જણાવાયું હતું.

આ બેઠકમાં વેરાવળ અમદાવાદ ઈન્ટરસીટીમાં સાદુ સીટિંગ રીઝર્વેશન ફરીથી શરૂ કરવા અને જામનગર વડોદરા ઈન્ટરસીટી એકસપ્રેસને સુરત સુધી લંબાવવા અને એસી.ચેર કાર કોચની સંખ્યા વધારવા માટે પણ રજુઆત કરવામાં આવી હતી. આ સાથે જ મુસાફરોને કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે સંપૂર્ણ ધ્યાન આપવાની સૂચનાઓ DRM દ્વારા આપવામાં આવી હતી.