Site icon Revoi.in

આઈઆઈટી મુંબઈ દ્રારા 24 જેટલા પરિબળોના આધારે કરવામાં આવેલા સર્વેમાં ‘ક્વોલિટી ઓફ લાઈફ’ની દ્રષ્ટિએ અમદાવાદ 8માં નંબરે

Social Share

અમદાવાદઃ-સમગ્ર દેશના મોટા મોટા શહેરોની લાઈ સ્ટાઈલ પર જુદા જુદા પરિબળોને આધારે મુંબઈ આઈ.આઈ.ટી. દ્રારા દેશના ૧૪ મોટા શહેરોનો એક સર્વે કરવામાં આવ્યો છે ,જેમાં આ સર્વેમાં વોલિટી ઓફ લાઈફની દ્રષ્ટીથી અમદાવાદ શહેર ચમક્યું છે, અમદાવાદને આ બાબતમાં 8મું સ્થાન પ્રાપ્ત થયું છે.

જ્યારે આ લીસ્ટમાં પ્રથમ નંબરે મુંબઈનો સમાવેશ કરવામાં આવ્યો છે,આઈ.આઈ.ટી.મુંબઈના સિવિલ એન્જીનિયરીંગ વિભાગ દ્વારા કરવામાં આવેલાં સર્વેમાં અમદાવાદ શહેરને એવરેજ કેટેગરીમાં રાખવામાં આવ્યું છે.

આ સમગ્ર બાબતે મુંબઈ સ્થિત આઈ.આઈ.ટી.દ્વારા દેશના ટોંચના શહેરોમાં રહેતા લોકોની લાઈફ સ્ટાઈલ તથા બેરોજગારી,પુરુષ અને મહિલાઓ વચ્ચેનું અંતર,શિક્ષણ,આર્થિક સ્થિરતા,પાયાની માળખાગત સુવિધાઓ,સુરક્ષિત અને સલામત જીવનશૈલી ,આર્થિક વિકાસ, મહિલાઓની સુરક્ષા જેવા જુદા જુદા ૨૪ જેટલા આ ખાસ પરીબળોને ધ્યાનમાં રાખીને આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો,જેમાં ગ્રેટર મુંબઈ,દિલ્હી અને કોલકોતાને શ્રેષ્ઠ શહેરોની યાદીમાં મુકવામાં આવ્યો હતો, જેમાં ચેન્નાઈ,હૈદરાબાદ,કોલકોતાને સારા શહેરોની યાદીમાં મુકવામાં આવ્યા છે.

આ સાથે જ એવરેજ કેટગરીમાં આ સર્વેમાં અમદાવાદ,ચંદીગઢ,ભોપાલ,લખનૌ,જયપુર ઉપરાંત ઈંદોરને સ્થાન આપવામાં આવ્યું છે.ટોચના આ 14 શહેરોને જુદી જુદી કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યા હતા.

સાહિન-