Site icon Revoi.in

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત જમ્મુથી લઈને સરહદ સુધી સાડા 3 લાખ તિરંગાઓ લહેરાવાશે

Social Share

શ્રીનગરઃ- દેશભરમાં આઝાદીનો 75મો મહોત્સવ ઘૂમઘામથી મનાવવામાં આવી રહ્યો છે આ સાથે જ દેશના પ્રધાનમંત્રીએ હર ઘર તિરંગા અભિનાયન હેઠર દરેકને પોતાના ઘરોમાં તિરંગો લહેરાવાની અપીલ કરી છે, આ હેઠળ દેશભરમાં તિરંગાનું વેચાણ વધ્યું છે સાથએ જ અનેક ફએક્ટરિઓમાં દિવસ રાત તિરંગાઓ બનાવવામાં આવી રહ્યા છે. 13 ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ સુધી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં પણ મોટા પાયે તિરંગા લહેરાવાની તૈયારીઓ ચાલી રહી છે.

રાજ્યમાં કલમ 370 પસાર થયા પછી પહેલીવાર જમ્મુ પ્રશાસને એક મોટું લક્ષ્ય નક્કી કર્યું છે જે હેઠળ જમ્મુ-કાશ્મીરના દરેક ઘરમાં ત્રિરંગો હશે. જમ્મુ પ્રશાસન શહેરથી સરહદી વિસ્તારોમાં 3.50 લાખ  તિરંગાઓ ફરકાવા જઈ રહી છે. આ માટે તહસીલ અને બ્લોક સ્તરના તમામ અધિકારીઓને આદેશ જારી કરવામાં આવ્યા છે.

આથી વધુ સંસ્કૃતિ મંત્રાલય અને સ્વસહાય જૂથની મદદથી વહીવટીતંત્ર અત્યાર સુધીમાં 2 લાખ ધ્વજ વિવિધ વિસ્તારોમાં પહોંચાડી ચૂક્યું છે. રાશન ડેપો દ્વારા સામાન્ય લોકોના ઘરે ધ્વજ પહોંચાડવામાં આવી રહ્યા છે.

પ્રશાસનના જણાવ્યા અનુસાર બજારમાં પણ મોટી માત્રામાં ધ્વજ ઉપલબ્ધ છે અને જરૂરિયાત મુજબ તેને અલગ-અલગ જગ્યાએ મોકલવામાં આવી રહ્યા છે. આ સાથે મોટી સંખ્યામાં એવા લોકો પણ છે જેઓ પોતે જ પોતાના ઘરો પર ઝંડા લગાવી રહ્યા છે.જમ્મુથી સરહદ સાડા 3 લાખ તિરંગાઓથી શોભી ઉઠશે આ પ્રથમ વખત હશે કે જ્યારે આ સમગ્ર વિસ્તાર આટલા બધા ધ્વજથી દેશનું ગૌરવ  અને શોભા વધારશે.