Site icon Revoi.in

દિલ્હીમાં પ્રદુષણનું લેવલ વધ્યું, શ્વાસની બીમારીથી પીડિતા દર્દીઓની મુશ્કેલી વધી

Social Share

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં દિવાળીના તહેવારો દરમિયાન પ્રદુષણનું સ્તર વધ્યું છે. જેથી લોકોને શ્વાસ લેવાની સમસ્યા ઉભી થઈ છે. દિલ્હીમાં એરક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે એક્યુઆઈ 250ને પાર પહોંચ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં એક્યુઆઈ 300ની નજીક પહોંચ્યું હતું. બીજી તરફ તંત્ર દ્વારા પ્રદુષણને ઘટાડવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે.

દિવાળી દરમ્યાન દિલ્હીનું પ્રદૂષણનું લેવલ વધ્યું છે ત્યારે દિવાળીના ત્રણ દિવસ પછી પણ દેશની રાજધાની દિલ્હીના પ્રદૂષણમાં કોઇ સુધારો જોવા મળતો નથી. શહેરનો વાયુ ગુણવત્તા સુચક આંક – AQI  અત્યારે પણ 250થી વધુછે. દિલ્હી અને નોઇડાના કેટલાક વિસ્તારોમાં AQI 300થી વધારે નોંધાયો છે. જે વધારે ખરાબ ગણવામાં આવે છે. જેમને શ્વાસની તકલીફ હોઈ, નાના બાળકો અને વૃધ્ધોની મુશ્કેલી વધી છે. દિવાળી પહેલા જ આશંકા હતી કે દિવાળી પછી દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં વધારો થશે.

દિલ્હીમાં પ્રદુષણને લઈને તંત્ર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. દિવાળીના તહેવારમાં દિલ્હીમાં ફડાકટા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. દિલ્હીની આસપાસના વિસ્તારોમાં પણ પ્રદુષણ વધ્યું છે.