Site icon Revoi.in

દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ તપાસમાં લાગી

Social Share

દિલ્હી એરપોર્ટ પર પાકિસ્તાન તરફથી બોમ્બની ધમકી

દિલ્હી : રાજધાની દિલ્હી પોલીસ અહીંના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની નકલી માહિતીના કેસની તપાસ કરી રહી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. એરપોર્ટના ફેસબુક પેજ પર, શનિવારે ‘વિશેષ સજ્જનહર’ આઈડી ધરાવતા એક વ્યક્તિએ બોમ્બ વિશે જાણ કરી, જેના પગલે એફઆઈઆર નોંધવામાં આવી અને તપાસ શરૂ કરવામાં આવી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બોમ્બ વિશેની માહિતી ખોટી સાબિત થઈ છે, પરંતુ બાતમીદારના ઠેકાણા શોધવા માટે તપાસ ચાલુ છે.

અધિકારીએ કહ્યું કે સંદેશમાં પાકિસ્તાન સાથે જોડાયેલા કેટલાક તત્વો સાથે એર ઈન્ડિયાની ફ્લાઈટને નિશાન બનાવવાના અસ્પષ્ટ સંકેત છે. મેસેજ મળ્યા બાદ દિલ્હી એરપોર્ટના સોશિયલ મીડિયા ઈન્ચાર્જે તરત જ આઈજીઆઈ એરપોર્ટ પોલીસને જાણ કરી, જેના પગલે તપાસ શરૂ કરવામાં આવી.

આ પહેલા પણ IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતાની સાથે જ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન કરવામાં આવી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અવારનવાર દિલ્હી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતી રહે છે. અગાઉ દિલ્હી એરપોર્ટ પર એક વિમાનને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકીથી સનસનાટી મચી ગઈ હતી. બેંગલુરૂથી દિલ્હી આવતી ફ્લાઈટમાં એક મુસાફરને વોશરૂમમાંથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં વિમાનમાં બોમ્બ હોવાની અને એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી લખવામાં આવી હતી.જોકે,આવી અનેકવખત ઘટના સામે આવી હોવા છતાં તાત્કાલિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે.