Site icon Revoi.in

ઉદ્વવ ઠાકરેની સત્તા જતા જ અભિનેત્રી કંગનાએ કર્યો પલટવાર – કહ્યું ‘પાપ વધી જતા જ સર્વશાન થાય છે’

Social Share

મુંબઈ  – છેલ્લા કેચટલાક દિવસોથી મહારાષ્ટ્રના રાજકરમમાં ઉથલ પાથલ મચી હતી છેવટે સીએમ પદ પરથી ઉદ્ઠવ ઠાકરેએ રાજીનામુ આપવાની ફરજ પડી હતી ત્યારે હવે અભિનેત્રી કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરેના મરહમ પર જાણે નમક છાંટવાનું કામ કર્યું છે,એક સમયે કંગના અને ઠાકરે સરકાર આમને સામને હતી ત્યારે અભિનેત્રીએ ઠાકરે સરકારને ખરાખોટી કહી ટ્વિટ કર્યું હતું કે આ ઘંમડ તારૂ તૂટશે,ત્યારે હવે ઉદ્ધવ ઠાકરેની સરકાર સત્તામાંથી જતા જ કંગનાએ આપેલી આ ચેતવણી ફરી યાદ અપાવી છે.

 બોલિવૂડની ક્વીન અભિનેત્રી કંગના રનૌતે પૂર્વ સીએમને પોતાની કહેલી વાત યાદ અપાવી છે માર્યો છે. અભિનેત્રીએ એક વીડિયો દ્વારા ઉદ્ધવ પર કોમેન્ટ કરી છે. તેણે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, આ વીડિયો આવ્યા બાદ તે વાયરલ થઈ રહ્યો છે.

ઉદ્ધવ ઠાકરે પર કંગનાનો વાર

કંગના રનૌતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા કહ્યું- 1975થી આ સમય ભારતની લોકશાહીનો સૌથી મહત્વપૂર્ણ સમય છે. 1975માં લોકનેતા જેપી નારાયણના પડકારથી સિંહાસન છોડો કે પ્રજા આવે અને સિંહાસન પડી ગયું. 2020માં મેં કહ્યું હતું કે લોકશાહી એક માન્યતા છે અને જે આ માન્યતાને સત્તાના ઘમંડમાં તોડે છે, તેનું અભિમાન તૂટવાનું નિશ્ચિત છે. બીજી તરફ હનુમાનજીને શિવનો 12મો અવતાર માનવામાં આવે છે અને જ્યારે શિવસેના હનુમાન ચાલીસા પર પ્રતિબંધ મૂકે છે ત્યારે શિવ પણ તેમને બચાવી શકતા નથી.

કંગના રનૌતે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે જ્યારે પાપ વધે છે ત્યારે વિનાશ થાય છે અને તેના પછી સર્જન થાય છે. જેના પર લોકો સતત પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.ઉલ્લેખનીય છે કે એક સમયે ઠાકરે સરકારે કંગના વિરુદ્ધ કેસ ચલાવ્યો હતો તેની ઓફીસ પણ તોડી હતી ત્યારે કંગનાએ તેને કહ્યું હતું કે આ ઘંમડ પણ તૂશે ત્યારે સમય પાછો વળ્યો છે અને કંગનાએ ફરી જવાબ આપ્યો છે.