Site icon Revoi.in

એશિયા કપઃ ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચને સામાન્ય મેચ તરીકે જોવા સૌરભ ગાંગુલીની ક્રિકેટ પ્રેમીઓને અપીલ

Social Share

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં એશિયા કપનો પ્રારંભ થઈ રહ્યો છે અને ભારત, પાકિસ્તાન, શ્રીલંકા સહિત એશિયાની વિવિધ ટીમો પોતાનું બેસ્ટ પર્ફોમન્સ કરવા માટે મેદાનમાં ઉતરશે. આ ટુર્નામેન્ટમાં ભારતે કટ્ટર હરિફ પાકિસ્તાન વચ્ચે તા. 28મી ઓગસ્ટના રોજ મેચ યોજાશે. જેની બંને દેશના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. દરમિયાન બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ પાકિસ્તાન સાથે જ નહીં સમગ્ર સિરીઝમાં ભારતીય ટીમની જીતની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમજ ભારત-પાકિસ્તાનના ક્રિકેટ પ્રેમીઓને આ મેચ એક સામાન્ય ક્રેકિટ મેચ તરીકે જોવા અપીલ કરી હતી.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગેમને માત્ર એક મેચની નજરથી જોવી જોઈએ. ટીમ ઈન્ડિયા વતી હું રમતો હતો ત્યારે પણ પાકિસ્તાન સાથેની મેચને સ્પેશિયલ મેચ તરીકે જોતો ન હતો. આપણો લક્ષ્ય માત્ર સિરિઝ જીતવા ઉપર હોવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, આ મેચને એશિયા કપની એક મેચ તરીકે જોવું છું, હાલની ટીમ ઈન્ડિયા ઉપર મને વધારે ભરોસો છે. તેમજ એશિયા કપમાં ટીમ ઈન્ડિયા સારુ પ્રદર્શન કરશે.

સૌરભ ગાંગુલી આગામી 16મી સપ્ટેમ્બરના રોજ મેદાનમાં ક્રિકેટ રમતા જોવા મલશે. ઈડન ગાર્ડનમાં લીજેન્ડ લીગ ક્રિકેટમાં રમશે. ઈયાન મોર્ગનની વર્લ્ડ ઈલેવન સામેની મેચમાં તેઓ ટીમની કપ્તાની કરશે. આ મેચ સારા ઉદ્દેશ માટે રમવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરભ ગાંગુલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ અનેક ક્રિકેટ ટુર્નામેન્ટમાં જીત મેળવી હતી. એટલું જ નહીં 2003માં યોજાયેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ફાઈનમાં પહોંચી હતી. જો કે, ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો હતો.