Site icon Revoi.in

એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફીઃ પાકિસ્તાનની હોકી ટીમ સામે ટીમ ઈન્ડિયાની 3-1થી જીત

Social Share

દિલ્હીઃ એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે હરિફ પાકિસ્તાન સામે જોરદાર જીત મેળવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હરમનપ્રીતએ બે અને આકાશદીપએ એક ગોલ મારીને ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 3-1થી હરાવ્યું હતું. પાકિસ્તાનના જુનેદએ એક ગોલ કર્યો હતો. હરમનપ્રીતએ બે વખત પેનલ્ટી કોર્નરમાં ગોલ કર્યા હતા. આ મેચમાં ભારતએ પ્રથમ ભાગમાં જ ગોલ મારીને પાકિસ્તાનથી આગળ નીકળી ગયું હતું. જો કે, પાકિસ્તાનને પરત ફરવાનો કોઈ ટાઈમ મળ્યો ન હતો.

ભારત-પાકિસ્તાન વચ્ચેની હોકી મેચના ત્રીજા ક્વાર્ટરમાં બંને ટીમોએ જોરદાર રમત રમી હતી અને એક-એક ગોલ કર્યો હતો. ભારત માટે બીજો ગોલ આકાશદીપએ કર્યો હતો અને ટીમ ઈન્ડિયા હરિફ પાકિસ્તાનથી 2-0થી આગળ નીકળી ગયું હતું. આ પછી પાકિસ્તાની ખેલાડી જુનેદ મંજુરએ ગોલ મારીને પાકિસ્તાનને પરત મેચમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન હરમનપ્રીતે આ મેચમાં બીજો ગોલ મારીને ભારત આગળ નીકળી ગયું હતું. આમ આકાશદીપ અને હરમનપ્રીતએ કરેલા ગોલ નિર્ણાયક સાબિત થયાં હતા.

આ મેચમાં ભારતીય ખેલાડીઓએ પ્રારંભથી જ આક્રમક શરૂઆત કરી હતી. પ્રથમ ક્વાર્ટરમાં 1-0થી આગળ નીકળી ગયું હતું. બીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે ગોલ કરવાના પ્રયાસ કર્યાં હતા અને પાકિસ્તાનના ગોલ પોસ્ટ પર સતત આક્રમણ કર્યું હતું. જો કે, પાકિસ્તાને બચાવમાં 3 વાર સારો બચાવ કરીને ભારતને ગોલ કરતા રોક્યું હતું. પાકિસ્તાનના ગોલકીપર અલી અમજદે બે ગોલ શાનદાર બચાવ્યાં હતા.