Site icon Revoi.in

Asian Games 2023:ઘોડેસવારીમાં ભારતે રચ્યો ઈતિહાસ, 41 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ

Social Share

દિલ્હી: ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ભારતનું પ્રદર્શન જોરદાર રહ્યું છે અને દેશે બે દિવસમાં કુલ 11 મેડલ જીત્યા છે. ત્રીજા દિવસે ભારતીય પુરુષ હોકી ટીમે સિંગાપોરને 16-1થી હરાવીને જંગી જીત નોંધાવી હતી, હવે તેની આગામી મેચ ગુરુવારે જાપાન સામે થશે. ભારતની નેહા ઠાકુરે સેલિંગના ત્રીજા દિવસે પહેલો મેડલ (સિલ્વર) જીત્યો.ત્યારે હવે ઘોડેસવારીમાં ભારતે 41 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીત્યો છે.

ઘોડેસવારી 1900 માં ઓલિમ્પિક રમત બની ગઈ. આ રમત 1982માં એશિયન ગેમ્સ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી હતી. જાપાને છેલ્લા કેટલાક વર્ષોમાં એશિયન ગેમ્સમાં 18 ગોલ્ડ સહિત 43 મેડલ જીતીને રમતમાં પ્રભુત્વ જમાવ્યું છે. કોરિયાના નામે 15 ગોલ્ડ મેડલ છે.

ભારતે અગાઉ એશિયન ગેમ્સમાં ઘોડેસવારીમાં ત્રણ ગોલ્ડ મેડલ, ત્રણ સિલ્વર મેડલ અને છ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા (એટલે ​​કે કુલ 12 મેડલ). ઘોડેસવારીમાં ભારત માટે ત્રણેય ગોલ્ડ મેડલ દિલ્હીમાં 1982માં આવ્યા હતા. રઘુબીર સિંહ જે તે એડિશનમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ચેમ્પિયન બન્યો હતો. તેણે ગુલામ મોહમ્મદ ખાન, બિશાલ સિંહ અને મિલ્ખા સિંહ સાથે ટીમ ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. રૂપિન્દર સિંહ બ્રારે વ્યક્તિગત ટેન્ટ પેગિંગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, જે તે આવૃત્તિમાં એશિયન ગેમ્સમાં માત્ર એક કેટેગરી હતી.

એશિયન ગેમ્સ 2023 ના ત્રીજા દિવસે ભારતે ઘોડેસવારી માં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે 41 વર્ષ બાદ ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

આજે (26 સપ્ટેમ્બર) ભારતને એક ગોલ્ડ અને 1 સિલ્વર સહિત 4 મેડલ મળ્યા છે.

મેહુલી ઘોષ, આશી ચોકસે અને રમિતા જિંદલ – 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર
અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર
બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ – (રોઇંગ): બ્રોન્ઝ
મેન્સ કોક્સેડ 8 ટીમ – (રોઇંગ): સિલ્વર
રમિતા જિંદલ – મહિલા 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ

ઐશ્વર્યા તોમર, રૂદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): ગોલ્ડ

આશિષ, ભીમ સિંહ, જસવિન્દર સિંહ અને પુનીત કુમાર – મેન્સ કોક્સલેસ 4 (રોઈંગ): બ્રોન્ઝ
પરમિન્દર સિંહ, સતનામ સિંઘ, જકાર ખાન અને સુખમીત સિંહ – મેન્સ ક્વાડ્રુપલ સ્કલ્સ (રોઇંગ): બ્રોન્ઝ
ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર – પુરુષોની 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ – પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ (શૂટિંગ): બ્રોન્ઝ

મહિલા ક્રિકેટ ટીમઃ ગોલ્ડ

નેહા ઠાકુર સેલિંગ (ડીંગી – ILCA4 ઇવેન્ટ): સિલ્વર
ઇબાદ અલી સેલિંગ (RS:X): કાંસ્ય

ભારતે ઘોડેસવારીમાં ડ્રેસેજ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો

વિષ્ણુ સરવનને સેલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો