Site icon Revoi.in

Asian Games:ક્વાર્ટર ફાઈનલનું સંપૂર્ણ શેડ્યૂલ થયું જાહેર,જાણો ટીમ ઈન્ડિયા કોની સામે ટકરાશે

Social Share

દિલ્હી: ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સની પુરૂષ ક્રિકેટ સ્પર્ધા હવે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. સોમવારે મલેશિયાએ થાઈલેન્ડને 194 રને હરાવીને ગ્રુપ સ્ટેજ સમાપ્ત કર્યું. આ સાથે ગ્રુપ સ્ટેજ બાદ ક્વાર્ટર ફાઈનલની તમામ આઠ ટીમો નક્કી થઈ ગઈ છે. ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પહેલાથી જ સારી રેન્કિંગના આધારે અંતિમ 8માં સીધી એન્ટ્રી મેળવી ચૂક્યા છે. તેમજ હવે ક્વાર્ટર ફાઈનલમાં રમાનાર ચારેય મેચોના શેડ્યુલને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે.

નેપાળ, હોંગકોંગ અને મલેશિયાએ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 3 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની ટીમો પોતપોતાની મેચ રમશે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન 4 ઓક્ટોબરે એક્શનમાં જોવા મળશે. પુરૂષ ક્રિકેટ સ્પર્ધાની સેમી ફાઈનલ મેચ 6 ઓક્ટોબરે અને ફાઈનલ મેચ 7 ઓક્ટોબરે રમાશે. પુરૂષોની ક્રિકેટ સ્પર્ધાની તમામ મેચો હાંગઝોઉના પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ફિલ્ડમાં રમાઈ રહી છે.

ક્વાર્ટર ફાઈનલનું સંપૂર્ણ શેડ્યૂલ

ભારત v/s  નેપાળ, 3 ઓક્ટોબર (6.30 સવારે ભારતીય સમયાનુસાર)
પાકિસ્તાન v/s  હોંગકોંગ, 3 ઓક્ટોબર (11.30 સવારે ભારતીય સમયાનુસાર)
શ્રીલંકા v/s અફઘાનિસ્તાન, 4 ઓક્ટોબર (6.30 સવારે ભારતીય સમયાનુસાર)
બાંગ્લાદેશ v/s મલેશિયા, 4 ઓક્ટોબર (11.30 સવારે ભારતીય સમયાનુસાર)

ભારતીય ટીમની સ્કવોડ 

રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), મુકેશ કુમાર, આકાશદીપ, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, શાહબાઝ અહેમદ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, આવેશ ખાન.

નેપાળની ટીમની સ્કવોડ 

રોહિત કુમાર પૌડેલ (કેપ્ટન), સંદીપ જોરા, કુશલ ભુર્તેલ, પ્રટીસ જીસી, બિબેક યાદવ, દીપેન્દ્ર સિંહ એરે, કુશલ મલ્લા (વિકેટકીપર), બિનોદ ભંડારી (વિકેટકીપર), આસિફ શેખ (વિકેટકીપર), ગુલશન કુમાર ઝા, લલિત રાજબંશી, કરણ કેસી , સોમપાલ કામી, સંદીપ લામિછાને, અભિનાશ બોહરા.