Site icon Revoi.in

રાજ્યમાં આવેલું એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ એક અઠવાડીયા સુધી બંધ રહશે

Social Share

અમદાવાદ – એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ કે જે આપણા રાજ્ય ગુજરાતના મહેસાણા જીલ્લાના ઉંઝામાં સ્થાયિ છે. જ્યા રોજેરોજ અનેક લોકો અહી આવતા હોય છે જે સતત ભરેલું અને કાર્યરત માર્કેટ ગણાય છે, જો કે હાલ આ માર્કેટયાર્ડ સતત 8 દિવસ સુધી બંધ રાખવાની ઘોષણા કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે ઉંઝા એપીએમસી દ્વારા એક મહત્વનો નિર્ણઁય લેવામાં આવ્યો છે જે પ્રમાણે ઊંઝા ગંજબજાર સતત 8 દિવસ માટે બંધ રાખવાની જોહેરાત કરાઈ છે ,જે પ્રમાણે આવનારી 25 માર્ચથી લઈને 1 એપ્રીલ સુધીના સમયગાળા ગદરમિયાન આ માર્કેટયાર્ડને બંધ રખાશેઉંઝા એપીએમસી દ્વારા આ બાબતે સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવી ચૂકી છે.

8 દિવસ સુઘી મારિકેટયાર્ડ બંધ રાખવાનું કારણ પણ બતાવવામાં આવ્યું છે જે પ્રમાણે માર્ચ મહિનાનો અંત હોવાથી અનેક હિસાબ કિતાબ સરળતાથી કરી શકાય તે હેતુથઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે ઊંઝા વેપારી એસોસિએશને પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને લઈને આ નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો છે

ઉંઝા માર્કેટ યાર્ડમાં 2 હજારથી વધુ દૂકાનો છે. જો 8 દિવસ બંધ રખાશે તો કોરોનાના નિયનોમાં પણ સહભાગી બની શકાશે, જો કે આ નિર્ણય કોરોનાને પગલે લેવામાં આવ્યો નથી, સ્વેચ્છાએ માર્ચ મહિનાની કામગીરીને લઈને 8 દિવસ બંધ રાખવાનો નિર્ણય વેલાયો છે.

સાહિન-