- આસામ 6 મહિના માટે ‘અશાંત ક્ષેત્ર’ જાહેર કરાયું
- આગામી આદેશ સુધી રાજ્યમાં AFSPA લાગુ રહેશે
દિસપુર:શનિવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આસામ સરકારે જણાવ્યું હતું કે, સશસ્ત્ર દળો અધિનિયમ, 1958 ની કલમ 3 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને 28 ઓગસ્ટ 2021 થી છ મહિના સુધી આખા આસામ રાજ્યને અશાંત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું. આસામમાં 1990 માં AFSPA લગાવવામાં આવ્યો હતો. અને ત્યારથી જ રાજ્ય સરકાર દ્વારા સમીક્ષા બાદ દરેક છ મહિના પર તેને વધારવામાં આવ્યો છે.
આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં થનાર વિધાનસભાની ચૂંટણી પહેલા, આસામના રાજ્યપાલ જગદીશ મુખીએ 27 ફેબ્રુઆરીથી શરૂ થનાર છ મહિના માટે સમગ્ર રાજ્યને ‘અશાંત ક્ષેત્ર’ તરીકે જાહેર કર્યો હતો. હકીકતમાં આ નવા AFSPA પાછળ આસામના દિમા હસાઓ જિલ્લામાં શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા પાંચ લોકોની હત્યા કરવાની ઘટના પણ તાજેતરમાં કહેવામાં આવી રહી છે. જેમાં આતંકવાદીઓએ પાંચ લોકોની હત્યા કરી હતી અને અનેક ટ્રકોને આગ લગાવી હતી.
નોંધનીય છે કે નવેમ્બર 1990 માં આસામમાં AFSPA લાદવામાં આવ્યો હતો અને ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા સમીક્ષા બાદ દર છ મહિને તેને વધારવામાં આવ્યો છે. આ પ્રદેશમાં નાગરિક સમાજના જૂથો અને અધિકારોના કાર્યકરો પૂર્વોત્તરના રાજ્યોમાંથી કહેવાતા ‘કઠોર’ કાયદાને પાછો ખેંચવાની માગણી કરી રહ્યા છે જ્યાં તેનો અમલ થયો છે.સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં હત્યા, લૂંટ અને ખંડણીના કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. AFSPA દાયકાઓથી નાગાલેન્ડમાં અમલમાં છે.