Site icon Revoi.in

આસામમાંં પુરનો પ્રકોપ યથાવત – 32 જીલ્લાઓ પુરથી પ્રભાવીત, 60થી વધુના મોત – PM મોદીએ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરી વાત

Social Share

ગુહાવટીઃ- છેલ્લા કેટલાક દિવસોથી આસામ આસમાની આફતોથી ઘેરાયું છે,અતિષય વરસાદને કારણે અનેક જદળાશયોના જળશ સ્તર વધ્યાને જેને કારણે પુરની સ્થિતિ સર્જાઈ છે અનેક ગામો સંપર્ક વિણો બન્યા છે, રાજ્યના કુલ 32 જીલ્લાઓ પુરની સ્થિતિમાં જોવા મળે છે.આસામમાં પૂરને કારણે જાનમાલને ઘણું નુકસાન થઈ રહ્યું છે.

રાજ્યમાં પુરગ્રસ્ત નિલસ્તારોમાંથી  મોટી સંખ્યામાં લોકોએ રાહત શિબિરોમાં  મોકલવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 4 હજાર 296 ગામોની કુલ  30 લાખથી પણ વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. છેલ્લા 24 કલાકમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે એપ્રિલથી અત્યાર સુધીમાં કુલ 62 લોકોના મોત નોંધાયા છે, જેમાંથી 51 લોકો પૂરમાં અને 11 ભૂસ્ખલનમાં જીવ ગુમાવ્યા છે.

પૂર પ્રભાવિત વિસ્તારોમાં 514 રાહત શિબિર અને 302 રાહત વિતરણ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. આ રાહત શિબિરોમાં દોઢ લાખથી પમ વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે. આસામમાં પૂરથી 30 લાખથી વધુની વસ્તી પ્રભાવિત થઈ છે. રાજ્યના 32 જિલ્લાઓમાં 4 હજારથી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે અને 1.56 લાખથી વધુ લોકો રાહત શિબિરોમાં છે.

પીએમ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી સાથે વાત કરી

બીજી બાજુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા પાસેથી રાજ્યમાં પૂરની વર્તમાન સ્થિતિ વિશે માહિતી લીધી અને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. અધિકારીઓએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે સરમા શનિવારે અનેક રાહત શિબિરોની મુલાકાત લઈ રહ્યા છે જ્યાં પૂરથી પ્રભાવિત લોકોએ આશ્રય લીધો છે.