Site icon Revoi.in

ગુજરાતમાં નિર્ધારિત સમયે જ વિધાનસભાની ચૂંટણી યોજાશે

Social Share

અમદાવાદઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની મુદ્દત આવતા વર્ષે પૂર્ણ થઈ રહી છે. આ પાંચેય રાજ્યોમાં સમય મર્યાદામાં જ ચૂંટણી યોજવાનું ચૂંટણીપંચ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં વર્ષ ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની પણ મુદ્દત પૂર્ણ થશે. જેથી ગુજરાતમાં પણ સમય મર્યાદામાં જ ચૂંટણી કરવાનું આયોજન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

ચૂંટણીપંચના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ જો નિયંત્રણમાં હશે તો જાહેરસભા અને રેલીને મંજૂરી આપવામાં આવશે પરંતુ કોરોના સંક્રમણ ચાલુ રહ્યું તો નિર્ધિરિત ગાઇડલાઇનનું પાર્ટીઓએ પાલન કરવાનું રહેશે. ગુજરાતમાં ભાજપ દ્વારા આગામી દિવસોમાં સંગઠનને વધારે મજબુત કરવાની કાયમગીરી શરૂ કરવામાં આવી છે. માર્ચ 2022માં ગોવા, મણીપુર, પંજાબ, ઉત્તરાખંડ, મે મહિનામાં ઉત્તરપ્રદેશ, ઓક્ટોબરમાં હિમાચલ પ્રદેશ અને ડિસેમ્બરમાં ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. હાલ પંજાબને બાદ કરતાં પાંચ રાજ્યોમાં ભાજપ્ની સરકાર છે અને મણીપુરમાં ગઠબંધનની સરકાર છે.

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું હતું કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજવી એ ચૂંટણી પંચની ફરજ છે. 2022માં સાત રાજ્યોની વિધાનસભાની મુદ્દત પૂર્ણ થાય છે. કોરોના સંક્રમણના સમયમાં પંચે બિહાર અને પશ્ચિમબંગાળ સહિત ચાર રાજ્યોમાં ચૂંટણી કાર્યવાહી પૂર્ણ કરી છે.