Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં નિયત સમયે વિધાનસભાની ચૂંટણી યોજાશે

Social Share

દિલ્હીઃ તાજેતરમાં જ કોરોના મહામારી વચ્ચે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી. કોરોનાની ગાઈડલાઈન અનુસાર આ ચૂંટણી યોજવામાં આવી હતી. દરમિયાન આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની મુદતક પૂર્ણ થઈ રહી છે. આ પાંચ રાજ્યોમાં પણ નિયત સમય ઉપર ચૂંટણી યોજાવનું ચૂંટણીપંચ દ્વારા હાલ આયોજન કરવામાં આવી રહ્યું છે. ગોવા, મણીપુર, પંજાબ અને ઉત્તરાખંડ માર્ચ 2022માં તથા ઉત્તરપ્રદેશમાં મે 2022માં વિધાનસભાની મુદત પૂરી થવાની છે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું હતું કે, આવતા વર્ષે પાંચ રાજ્યમાં વિધાનસભાની મુદત પૂરી થાય એ અગાઉ અમે સમયસર ચૂંટણી યોજીને ચૂંટણીમાં જીતનારા ઉમેદવારની યાદી રાજ્યપાલોને સોંપી શકીશું એવો વિશ્ર્વાસ છે. રોગચાળા દરમિયાન બિહાર અને પશ્ર્ચિમ બંગાળ સહિત ચાર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સમયસર ચૂંટણી યોજી હતી. આ ચૂંટણીના અનુભવો આગામી વર્ષે યોજાનારી ચૂંટણીમાં કામ લાગશે. કોરોનાની બીજી લહેર હવે ઓસરી રહી છે અને અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે થોડા સમયમાં એ સંપૂર્ણ રીતે ઓસરી જશે.

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણીપુરમાં ભાજપનું શાસન છે અને પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને લઈને ભાજપમાં અત્યારથી જ બેઠકનો દોર શરૂ થયો છે. તેમજ ઉત્તરપ્રદેશમાં સત્તા જાળવી રાખવા માટે કવાયત શરૂ કરી છે. તેમજ ભાજપના સંગઠનને વધારે મજબુત બનાવવા કવાયત કરવામાં આવી રહી છે.