Site icon Revoi.in

અમદાવાદના એરપોર્ટ પર પ્રવાસીઓને ઊંઘવા માટે સ્લીપિંગ પોડ મુકાયા

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર મુસાફરોને ઊંઘવા માટે પણ એક સારી સુવિધા મળી શકશે. એરપોર્ટ પર હવેથી આરામથી ઊંઘવા માટે  સ્લીપિંગ પોડની સુવિધા પ્રવાસીઓને મળી શકશે. આ નાના અને સ્વ-સમાવિષ્ટ કેપ્સૂલ, જ્યાં થાકેલા મુસાફરો ઊંઘી શકશે અને આરામ કરી શકે છે, તે એરપોર્ટ પર શહેરના સ્ટાર્ટ અપ અર્બન નેપ (Urban Nap) દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા છે.

એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું. કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર  સ્લીપિંગ પોડ્સ એક નવો ઉમેરો છે. અત્યારે, તે પરીક્ષણના તબક્કામાં છે. મુસાફરોના પ્રતિસાદના આધારે  આવનારા દિવસોમાં વધુ આવા પોડ ઉમેરાશે. અને તેને પે એન્ડ સ્લીપના ફેરવી દેવાશે, ડોમેસ્ટિક ડિપાર્ચર એરીયામાં સિક્યુરિટી હોલ્ડ પર પોડ રાખવામાં આવ્યા છે. આ પોડમાં એક વ્યક્તિ આરામથી ઊંઘી શકે છે. અંદર લાઈટ અને એર-કંડિશનિંગની પણ સુવિધા છે. જેનાથી વાતાવરણ ઠંડુ રહેતા ઊંઘ પણ સારી આવશે. વ્યક્તિ અંદર બેસે અને અંદરથી સ્વિચ બંધ કરે એટલે પોડનો દરવાજો બંધ થઈ જાય છે. જેથી, બહારનો અવાજ પણ સંભળાતો નથી.