1. Home
  2. Tag "air port"

લક્ષદ્વીપને લઈને સરકારનો મોટો પ્લાન: મિનિકૉયમાં બનશે નવું એરપોર્ટ, ફાઈટર જેટ પણ થશે તહેનાત

નવી દિલ્હી: માલદીવ સાથેના તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે લક્ષદ્વીપને લઈને મોટો પ્લાન બનાવ્યો છે. હવે મિનિકોય ટાપુસમૂહ પર નવું એરપોર્ટ વિકસિત કરવાની તૈયારી છે. આ એરફીલ્ડ કોમર્શિયલ વિમાનો સાથે ફાઈટર જેટ્સ અને મિલિટ્રી એરક્રાફ્ટ્સને પણ ઓપરેટ કરવામાં સક્ષમ થશે. તેના પહેલા પણ મિનિકોય ટાપુસમૂહમાં નવા હવાઈ ક્ષેત્રને વિકસિત કરવા માટે સરકાર પાસે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો […]

ગુજરાતઃ ગુપ્તચર એજન્સીઓના ઈનપુટ્સને પગલે એરપોર્ટ ઉપર હાઈએલર્ટ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસતાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન 26 જાન્યુઆરી ગણતંત્ર દિને દેશના એરપોર્ટ પર આતંકવાદી હુમલાની શંકાના પગલે નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (BCAS) દ્વારા જારી કરાયેલા એલર્ટ બાદ ગુજરાતના એરપોર્ટ ઉપર […]

એરપોર્ટ ઉપર બર્ડહીટની ઘટનાને એટકાવવા મુદ્દે DGCAએ જાહેર કરી ગાઈડલાઈન

નવી દિલ્હીઃ ઉડ્ડયન નિયમનકાર DGCA એ એરપોર્ટ પર પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ સાથે વિમાન અથડાવાની ઘટનાઓની તપાસ કરવા માટે માર્ગદર્શિકા જારી કરી હતી. આમાં રેન્ડમ પેટર્નમાં નિયમિત પેટ્રોલિંગ કરવાનું અને જ્યારે પણ વન્યજીવ સંબંધિત કોઈ પ્રવૃત્તિ હોય ત્યારે પાઇલોટ્સને જાણ કરવાનો સમાવેશ થાય છે. અમદાવાદ એરપોર્ટ સહિત દેશના અન્ય એરપોર્ટ ઉપર અવાર-નવાર બર્ટહીટની ઘટના બને […]

ઉત્તરપ્રદેશઃ લખનૌ એરપોર્ટ ઉપર ડસ્ટબિનમાંથી સોનાના છ બિસ્કિટ મળ્યાં

લખનૌઃ દેશમાં સોનાની કિંમતમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે દાણચોરોએ દુનિયાના અન્ય દેશમાંથી ભારતમાં સોનાની દાણચોરી માટે કમર કસી છે, બીજી તરફ ભારતીય કસ્ટમ સહિતની એજન્સીઓ પણ વધુ સક્રીય બની છે. દરમિયાન લખનૌ એરપોર્ટ ઉપર ડસ્ટબિનમાંથી લાખોની કિંમતના સોનાના છ બિસ્કીટ મળી આવ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં ચૌધરી ચરણસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર […]

મન્કીપોક્સના કેસમાં વધારો થતા અમદાવાદ એરપોર્ટ તંત્ર બન્યુ સતર્ક, પ્રવાસીઓનું સ્ક્રીનિંગ શરૂ કરાયું

અમદાવાદઃ દેશની રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યોમાં મન્કીપોક્સના કેસ સામે આવ્યાં છે. મન્કીપોક્સના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા અમદાવાદ એરપોર્ટ સાબદુ બન્યું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં મન્કીપોક્સના 7 જેટલા કેસ નોંધાયાં છે. દરમિયાન અમદાવાદ ઉપરાંત દિલ્હી, મુંબઇ, બેંગાલુરુ એરપોર્ટમાં વિદેશથી […]

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની સુવિધા શરૂ થશે, સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસીઓને લાભ થશે

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની સુવિધા ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજાને લાભ થશે. પરદેશ જવા માટે લોકોને નજીકના સ્થળેથી જ આવવા જવા માટેની સુવિધા મળી રહેશે. તેમજ ઝડપી પરિવહન અને માલસામાનની હેરફેર માટે આ સગવડ આશીર્વાદરૂપ બનશે. રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદે આવેલા હીરાસર ગામે આંતરરાષ્ટ્રીય હવાઈ […]

સુરત એરપોર્ટ આયાત-નિકાસ મામલે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે, જામનગર અગ્રેસર

એપ્રિલ-સપ્ટેમ્બર 2021-22માં રૂ. 7 હજાર કરોડની નિકાસ સૌથી વધારે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ જામનગરમાંથી વધારે પેટ્રોલિયમ પ્રોડક્ટની નિકાસ અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા વેપાર ધંધા ફરીથી સક્રિય થયાં હતા. જેથી સુરતમાંથી મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વિવિધ વસ્તુઓની આયાત-નિકાસ વધી છે. સુરત એરપોર્ટ આયાત-નિકાસમાં સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે છે. જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ સહિતની વસ્તુઓની નિકાસમાં જામનગર […]

અમદાવાદઃ હાઈ રિસ્કવાળા બે દેશથી ફ્લાઈટમાં આવેલા 286 પૈકી 8 પ્રવાસીઓ કોરોના પોઝિટિવ નીકળ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં ઓમિક્રોનના ભયને પગલે વિદેશથી આવતા તમામ પ્રવાસીઓનો અમદાવાદ સહિતના એરપોર્ટ ઉપર કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. દરમિયાન હાઈરિસ્ક દેશમાંથી બે ફ્લાઈટ આવી હતી. જેમાં સવાર 286 જેટલા પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે પૈકી 8 પ્રવાસીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. આ પ્રવાસોને સારવાર અર્થે તાત્કાલિક ખસેડવામાં આવ્યાં […]

નફો કરતા અમદાવાદના સરદાર પટેલ અરપોર્ટને કોરોના કાળમાં 94 કરોડનું નુકશાન

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળમાં ધંધા-રોજગારને વ્યાપક નુકશાન થયુ હતું. જેમાં જાહેર પરિવહન સેવાને પણ નુકશાન થયું હતું.  ગુજરાતના વિમાની મથકોને પણ રૂપિયા 212 કરોડનું નુકસાન ભોગવવું પડ્યું હતું. તેમાં અમદાવાદ એરપોર્ટને સૌથી વધુ રૂ. 94 કરોડનું નુકસાન થયુ હતું. અગાઉના વર્ષમાં અમદાવાદ એરપોર્ટને રૂ. 45.71 કરોડનો નફો થયો હતો. એના આગલા વર્ષે રૂ. 52 કરોડનો […]

અમદાવાદના એરપોર્ટ પર પ્રવાસીઓને ઊંઘવા માટે સ્લીપિંગ પોડ મુકાયા

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર મુસાફરોને ઊંઘવા માટે પણ એક સારી સુવિધા મળી શકશે. એરપોર્ટ પર હવેથી આરામથી ઊંઘવા માટે  સ્લીપિંગ પોડની સુવિધા પ્રવાસીઓને મળી શકશે. આ નાના અને સ્વ-સમાવિષ્ટ કેપ્સૂલ, જ્યાં થાકેલા મુસાફરો ઊંઘી શકશે અને આરામ કરી શકે છે, તે એરપોર્ટ પર શહેરના સ્ટાર્ટ અપ અર્બન નેપ (Urban […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code