1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ એરપોર્ટ પર ગુજસેલને બોમ્બની ધમકી આપનારો આરોપી પકડાયો
અમદાવાદ એરપોર્ટ પર ગુજસેલને બોમ્બની ધમકી આપનારો આરોપી પકડાયો

અમદાવાદ એરપોર્ટ પર ગુજસેલને બોમ્બની ધમકી આપનારો આરોપી પકડાયો

0
Social Share

અમદાવાદ, 11 મે 2026Accused of making bomb threat to Gujsel arrested શહેરના એરપોર્ટ પર આવેલા ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા આરોપીને સાયબર ક્રાઈમ પોલીસે દબોચી લીધો છે. આરોપી ભાવેશ પટેલ નામના યુવકે ધમકીભર્યો ઈમેઈલ કર્યો હતો. આરોપી પાસેથી મળેલા મોબાઇલમાંથી ઇમેલ આઇડી પણ મળી આવ્યું છે, જેમાંથી ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો  આરોપી કન્સ્ટ્રકશન અને એરપોર્ટ પર ઈવેન્ટ મેનેજમેન્ટના કામ સાથે સંકળાયેલો છે. સાયબર ક્રાઈમ પોલીસ આરોપી ભાવેશ પટેલની વધુ પૂછતાછ કરી રહી છે.

આ બનાવની વિગત એવી હતી કે, અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર આવેલા ગુજસેલને 25 માર્ચ, 2026ના રોજ ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો.જેમાં ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ અંગે સાઇબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.સાઈબર ક્રાઇમે ટેકનીકલ એનાલિસિસના આધારે ધમકી ભર્યો ઇમેલ કરનારા ભાવેશ પટેલની ધરપકડ કરી છે. આરોપી પાસેથી મળેલા મોબાઇલમાંથી ઇમેલ આઇડી પણ મળી આવ્યું છે. જેમાંથી ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. ઇમેલમાં સૌરવ વિશ્વાસને છોડી દેવાની વાત કરીને ધમકી આપવામાં આવી હતી.આરોપીએ સ્કૂલને પણ ઉડાવી ધમકી આપી હતી.

સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોના કહેવા મુજબ આરોપી ભાવેશ પટેલની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરે છે. ઉપરાંત તેના મિત્ર સાથે મળીને એરપોર્ટ પર ઇવેન્ટ મેનેજમેન્ટનું પણ કામ કરે છે.આરોપીએ બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે.આરોપીએ અંગત અદાવતમાં ઇમેલ કર્યો હોવાનું જણાવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code