1. Home
  2. Tag "ahmedabad airport"

અમદાવાદના એરપોર્ટ પર વધતો જતો પ્રવાસી ટ્રાફિક, એક વર્ષમાં કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયા,

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટે પર રોજબરોજ ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ પ્રવાસીઓને સેવા આપવાનો રેકોર્ડ સર્જાયો છે. અગાઉ, 2019-20માં સૌથી વધુ 87,634 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM) સાથે 1,15,63,887 મુસાફરોને સેવા આપવાનો રેકોર્ડ હતો. જ્યારે છેલ્લા એક વર્ષથી પ્રવાસીઓની સંખ્યા એક કરોડને પાર પહોંચી ગઈ છે. સાથે […]

અમદાવાદના એરપોર્ટ પરથી 5 કિલો સોનું પકડાયુ, નવી મોડસ ઓપરેન્ડી કસ્ટમે પકડી પાડી

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓ પાસેથી સોનું પકડાતું હોય છે. જેમાં દુબઈ સહિત આરબ દેશોમાંથી આવતા કેટલાક પ્રવાસીઓ સોનાની હેરાફેરી કરતા હોય કસ્ટમના અધિકારીઓ આવા પ્રવાસીઓ પર બાજ નજર રાખતા હોય છે. કસ્ટમ વિભાગ તેમજ એર ઈન્ટેલિજન્સના અધિકારીઓએ અખાતી દેશમાંથી આવેલી પ્રવાસીનો લગેજ તપાસતા પ્લાસ્ટિકની ડીશો મળી આવી હતી. તે […]

વાયબ્રન્ટના ટ્રાફિકને લીધે અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓને 3 કલાક વહેલા પહોંચવા સુચના

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં તા.10મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી સુધી યોજાનાર વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના મહાનુભાવો, જાણીતા ઉદ્યોગપતિઓ વગેરે ભાગ લેશે. તમામ મહાનુભાવોના વિમાન માર્ગે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પહોંચવાના હોવાથી એરપોર્ટ પર વીઆઇપીનો જમાવડો વધુ રહેશે, આથી સામાન્ય મુસાફરોને અગવડ ન પડે એ માટે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર 7 મહિનામાં 10.61 લાખ વિદેશી પ્રવાસીઓનું આવાગમન રહ્યું

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓના આવાગમનમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા સાત મહિનામાં એટલે કે એપ્રિલથી ઓકટોબર સુધીમાં SVPI એરપોર્ટ પરથી લગભગ 10.61 લાખ વિદેશી પ્રવાસીઓ કરી હતી.  એટલે કે પ્રવાસીઓની સંખ્યામાં 30 ટકા વધારો નોંધાયો હતો. સરદાર પટેલ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના કહેવા મુજબ  સરદાર પટેલ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો ધસારો […]

વર્લ્ડકપ ફાઈનલ મેચને લીધે અમદાવાદના એરપોર્ટ પર 100થી વધુ ચાર્ટર્ડ પ્લેન લેન્ડ થશે

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાલે રવિવારે 19 નવેમ્બરના રોજ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપનો ફાઇનલ રોમાંચક મુકાબલો યોજાશે. ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના આ મહાજંગને નિહાળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સેલિબ્રિટીઝ તેમજ અનેક ઉદ્યોગપતિઓ પણ આવશે. તેના લીધે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર 100 જેટલા ચાર્ટર્ડ પ્લેન લેન્ડ થવાના હોવાથી એરપોર્ટ પર પાર્કિંગ માટેની […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર વધુ ચાર નવા ઈમિગ્રેશન કાઉન્ટર શરૂ કરાયાં

અમદાવાદઃ  શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર છેલ્લા વર્ષથી ટ્રાફિકમાં મોટો વધારો થયો છે. જેમાં વિદેશથી આવતા પ્રવાસીઓમાં ખૂબ વધારો થયો છે. પ્રવાસીઓને ઈમિગ્રેશન કાઉન્ટર ખૂબ ઓછા હોવાથી કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું. આથી  એરપોર્ટ ઓથોરિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવા ચાર ઈમિગ્રેશન કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેના લીધે  હવે […]

ભારત-પાક, મેચને લીધે આજે અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિકનો ધસારો રહેશે, પ્રવાસીઓ માટે એડવાઈઝરી

અમદાવાદ: શહેરમાં આજે શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપની રોમાંચક મેચ યોજાશે. આ મેચને જોવા માટે માત્ર અમદાવાદ કે ગુજરાતમાંથી જ નહીં પણ દેશના અન્ય પ્રાંતમાંથી પણ ક્રિકેટરસિયાઓ આવશે. જ્યારે વીવીઆઈપીઓનો જમાવડો પણ જામશે. અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લનના પાર્કિંગ માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે આજે શનિવારે […]

અમદાવાદના એરપોર્ટ પર વિદેશથી આવેલા પ્રવાસીની બેગમાંથી પાંચ લાખના દાગીના-રોકડની ચોરી

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાની મથક એર ટ્રાફિકથી ધમધમતુ રહેતુ હોય છે. વિદેશથી રોજબરોજ હજારો પ્રવાસીઓ એરપોર્ટ પરથી આવાગમન કરતા હોય છે. ત્યારે વિદેશથી આવતા પ્રવાસીઓના માલ-સામાનની ચોરીના બનાવો પણ બની રહ્યા છે. વિદેશી પ્રવાસીની બેગમાંથી ચોરીનો બનાવ બન્યો હતો. રાત્રે વિયેટજેટની ફ્લાઈટમાં મલેશિયાથી અમદાવાદ આવેલા એક પરિવારની બેગમાંથી ત્રણ દેશની કરન્સી, તેમજ સોનાના […]

અમદાવાદ એરપોર્ટ પરથી મોન્સૂનની મજા માણવાની મોસમ!

અમદાવાદ, 11મી ઑગસ્ટ 2023: શું આપ મોન્સૂનની મજા મનભરીને માણવાના મૂડમાં છો? તો અમાદાવાદ એરપોર્ટ પર આપનું હાર્દિક સ્વાગત છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પરથી આપ મોન્સૂનમાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળોનો પ્રવાસ ખેડી શકો છો. આ વેકેશનમાં આપ અદભૂત આહલાદક સ્થળોની સફર કરીને રજાઓને રસપ્રદ બનાવવાનો લાભ લઈ શકો છો. અમદાવાદ એરપોર્ટ પરથી […]

અમદાવાદના એરપોર્ટ પર બ્રાઝિલના નાગરિક પાસેથી 32 કરોડની કિંમતનું બ્લેક કોકેઈન પકડાયુ

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ બુધવારે 3.22 કિલો એક ડિઝાઇનર ડ્રગ બ્લેક કોકેઈનને પકડી પાડવામાં સફળતા મળી હતી. પ્રથમવાર જ બ્લેક કોકોઈન પકડાયું છે. બ્લેક કોકોઈનના જથ્થા સાથે બ્રાઝિલના એક નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. બ્રાઝિલ નાગરિક ટૂરિસ્ટ વિઝા પર અમદાવાદ આવ્યો હતો.અને તેણે ટ્રાવેલ બેગમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code